Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

સ્ટેન્ડીંગ કમિટિનાં નિર્ણયનો ઉલાળિયો

મોબાઈલ ટાવરનો વેરા ઘટાડો જનરલ બોર્ડમાં મંજુર થઈ ગયો

કોંગ્રેસે કરેલા ઓચિંતા વિરોધ વચ્ચે દરખાસ્ત મંજુર થઈ જતા ભારે ચર્ચાઃ રહસ્ય અકબંધ : સ્ટેન્ડીંગ કમિટીએ મોબાઈલ ટાવરના વેરા દર ૫૦માંથી ઘટાડીને ૩૫નો કરવાની દરખાસ્ત ફગાવેલ કારણ કે તંત્રને ૧૫ કરોડનું નુકશાન થયેલ અને જનરલ બોર્ડમાં મંજુર થઈ ગ્યું ! : ભાજપ સંકલન ગોટે ચડી ગયાની ચર્ચા ગઈકાલનું બોર્ડ ઐતિહાસિક રહ્યું કેમ કે કેટલુયે ન થવાનું થઈ ગ્યું

રાજકોટ, તા. ૧૪ :. મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ તાજેતરમાં નામંજુર કરેલ મોબાઈલ ટાવરના વેરા દર ઘટાડવાની દરખાસ્ત ગઈકાલે મળેલા જનરલ બોર્ડમાં મંજુર થઈ જતા આ બાબતે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી અમલી બનાવાયેલ કાર્પેટ વેરા પદ્ધતિમાં ઈન્ડસ્ટ્રીઝ અને મોબાઈલ ટાવરના વેરા દર અત્યંત વધુ હોય તેને ઘટાડવા અંગે ગત ૩ ઓગષ્ટના મળેલ સ્ટેન્ડીંગ કમિટિમાં મ્યુ. કમિશ્નર કક્ષાએથી દરખાસ્ત મોકલવામાં આવી હતી. આ સ્ટેન્ડીંગ કમિટિમાં ઈન્ડસ્ટ્રીઝઓમાં ૨.૨૫નો દર છે જે ઘટાડીને ૧.૭૫ કરવામાં આવ્યો હતો જ્યારે મોબાઈલ ટાવરમાં રૂ. ૨૫નો દર છે જે ઘટાડીને ૩૫નો કરવા સૂચવ્યુ હતું, પરંતુ સ્ટેન્ડીંગ કમિટિએ મોબાઈલ ટાવર દર ઘટાડવા નામંજુર કર્યુ હતું.

ગઈકાલે કોર્પોરેશનના મળેલ જનરલ બોર્ડમાં કારખાનાઓ અને મોબાઈલ ટાવરના મિલ્કત વેરાના દરો ઘટાડવાની દરખાસ્ત એકાએક મંજુર થઈ જતા કોર્પોરેશન લોબીમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ અંગે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યુ હતુ કે, હાલના સમયમાં સોશ્યલ મીડીયાનો વ્યાપ વધ્યો છે અને લોકો આ સેવાનો વધુમાં વધુ લાભ લઈ રહ્યા છે. આ દર ઘટાડવાથી મોબાઈલ ટાવરની સંખ્યામાં પણ વધારો થશે. જેથી શહેરીજનોને લાભ મળશે.(૨-૧૩)

(3:42 pm IST)