Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

કાલે સૂર્યદેવ કર્કમાં પ્રવેશશે

કોરોના સામે નવી આશા : રોગ પ્રતિકારક શકિતમાં વધારો થશે : ૨/૮ના રાહુ પરિવર્તન થશે, જે ચેપના રોગમાં રાહત આપશે : ૨૩/૯ના કેતુ ધન રાશિમાં જશે જે મહામારીમાં ઘણી રાહત કરી શકે

રાજકોટ તા. ૧૫ : આવતીકાલે ગ્રહ પરિવર્તન થશે. સૂર્યદેવ કર્કમાં પ્રવેશશે. મહામારી સમયે આ પરિવર્તને આશા જણાવી છે. કેશોદના જ્યોતિશ નરેશભાઇ જોશી કહે છે કે, લોકોની રોગપ્રતિકારક શકિતમાં વધારો થશે.

તા. ૧૬ જુલાઈ સવારે ૧૦/૪૮ કલાકથી આત્માના કારકઙ્ગ સૂર્યદેવ મનના કારક ચંદ્રની રાશી કર્કમાં આવશે સૂર્યદેવ મિથુન રાશિમા રાહુ સાથેથી જુદા પડશે અને ચંદ્રની રાશિ કર્કમા આવશે. જેથી આ સમયમાં લોકોનું આત્મબળ તેમજ આધ્યાત્મિક ધાર્મિકતા તથા રોગ પ્રતિકારક શકિત માં વધારો કરવામાં મદદરૂપ થાય જેની શુભ શરૂઆત ૨૪ જુલાઈથી જોઈ શકાય. હાલ

બુધ પણ મિથુન રાશિમાં રાહુ સાથે છે બુધનું રાશિ પરિવર્તન ૨/૮/૨૦ સવારે ૪/૩૫ કલાકે કર્ક રાશિમાં થાય છે જે ચેપ લાગવાથી થતા રોગમાં રાહત આપે તેમજ કેતુ મહારાજ ધન રાશિમા મૂળ નક્ષત્રમા ચાલે છે જે તા ૨૩/૯/૨૦૨૦ સુધી રહેશે. ત્યાર બાદ વધુ રાહત જોવા મળે.આ સમયમા દરેક વ્યકિતએ પોતાના ઇષ્ટદેવનું ધ્યાન ધરવું જોઈએ અને સરકારની ગાઈડ લાઈન મુજબ નિયમનું પાલન કરવું જોઈએ.

(4:16 pm IST)