Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાનાર પરીક્ષામાં પરીક્ષાર્થીઓની સલામતી શું ? NSUIની ઉગ્ર રજૂઆત - ધરણા - સૂત્રોચ્ચાર

કોવીડ-૧૯ની સ્થિતીને ધ્યાને લઇ પરીક્ષાર્થીઓનો સીન્ડીકેટની મંજૂરી બાદ વિમો કરાવવા કુલપતિ - કુલનાયકની હૈયા ધારણા

રાજકોટ તા. ૧૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં સલામતિ મુદ્દે કુલપતિ નિતીન પેથાણી સમક્ષ એનએસયુઆઇએ ઉગ્ર રજૂઆત કરી ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કુલપતિ નિતીન પેથાણીએ વિદ્યાર્થીના હિતમાં સીન્ડીકેટની મંજૂરી બાદ હેલ્થ ઇન્સ્યોરન્સ કરાવવા હૈયા ધારણા આપી હતી.

એનએસયુઆઇએ રજૂઆતમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવનાર તા.૨૫થી મેડીકલ અને પેરામેડિકલ પરીક્ષાઓ શરૂ થનાર છે ત્યારે હાલ રાજકોટ અને રાજયમાઙ્ગ કોરાનાના કેસોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપવા તૈયાર છે પરંતુ શુ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય બાબતે જવાબદારી અને પરીક્ષાઓમા સાવચેતીરુપે સુવિધાઓ આપી શકશે ?

એનએસયુઆઇએ રજૂઆતમાં જણાવ્યું કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અલગ અલગ જીલ્લાઓમાથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે તો કયાઙ્ગ વિદ્યાર્થીઓને કોને શુ બિમારી કે કોરાના સંક્રમીત હશે કોને ખબર ?? શું યુનિવર્સિટી એવી બાહેંધરી આપશે કે કોઈ વિદ્યાર્થીને કોરાના થશે તમામ તબીબી ખર્ચ ઉપાડશે ?? વિદ્યાર્થીઓ મોટાભાગના બહારના જીલ્લાના ગામડાઓના છે તો રહેવા જમવાની વ્યવસ્થા યુનિ. કરી આપશે ?? જો રાજયસભાની ચુંટણી સમયે એક ઉમેદવાર કોરાના સંક્રમીત બીજા દીવસે બહાર આવે તો શુ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષીત હશે ?? કોઈ વિદ્યાર્થીને તાવ શરદી કે અન્ય બીમારી હશે તો યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓ માટે અન્ય વ્યવસ્થા કરી આપશે ?? આ તમામ મુદાઓ સાથે મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓ અને NSUIએ કુલપતિને મૌખીક ઉગ્ર રજુઆત કરી હતી.

આ સફળ રજૂઆતમાં એનએસયુઆઇના સુરજભાઇ ડેર, રોહિતસિંહ રાજપૂત, અભિરાજસિંહ તલાટીયા, મોહિલ ડવ, પાર્થ બગડા, દેવાંગ પરમાર, મોહમદ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

રજૂઆતમાં કુલપતિ પેથાણી અને કુલનાયક દેશાણીએ એનએસયુઆઇના પ્રતિનિધિ મંડળને જણાવ્યું કે, સિન્ડીકેટની મંજુરી બાદ વિદ્યાર્થીના હિતમાં પરીક્ષાર્થીઓના વિમો કરાવવામાં આવશે. પરીક્ષાર્થી સલામતી માટે યુનિવર્સિટી ચિંતીત છે તેવી હૈયાધારણા આપી હતી.

(4:15 pm IST)