Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ઘર બેઠા પોતાની કલા પીરસો : ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના ઓનલાઈન કાર્યક્રમો

ચિત્રકળા - ડ્રોઈંગ સ્પર્ધા - યોગના કાર્યક્રમોમાં બાળકોથી માંડી મોટેરાઓએ ભાગ લીધો : ચાઈનીઝ એપ્લીકેશનનો ઉપયોગ કરાયો નથી

રાજકોટ : શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન (ઓલ ઈન્ડિયા કડીયા સમાજ) દ્વારા લોકડાઉનના સમયમાં સમાજના બાળકોને તેમની અંદર રહેલુ જ્ઞાન અને ચિત્રકળાના શોખને એક મંચ પૂરૂ પાડવામાં આવ્યુ હતું. ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં સમાજના ભારતભરમાં રહેતા ૭૦૦ - ૭૫૦ બાળકોએ ભાગ લીધો હતો. ત્યારબાદ આયોજીત ડ્રોઈંગ સ્પર્ધા કોરોના વોરીયર, આધુનિક ગામડુ, ઈન્ડિયન ફાઈટર્સ, ૨૧મી સદીનંુ ભારત, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભગવાનની પ્રતિમા વિષયો ઉપર રાખવામાં આવેલ. ચિત્ર સ્પર્ધામાં ૫ વર્ષથી ૬૦ વર્ષના સભ્યોએ ભાગ લીધો હતો. અમુક સભ્યોએ ૧૫-૨૦ વર્ષ બાદ ચિત્ર બનાવ્યુ હતું. એ ચિત્ર સ્પર્ધા લાઈવ વિડીયો દ્વારા યોજાઈ હતી.

આ ઉપરાંત વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગા એટ હોમ થીમ અંતર્ગત ફેસબુક પેજના માધ્યમથી સમાજના ૫૦૦ સભ્યોએ ભાગ લીધો હતો. ત્યારબાદ કિવઝ કોમ્પીટીશનમાં ૮-૧૫ વર્ષ, ૧૫-૨૬ વર્ષ, ૨૬ વર્ષથી ઉપરના એ રીતે ત્રણ ગ્રુપમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો.

ઓનલાઈન હોવા છતા પણ એક પણ ચાઈનીઝ એપ્લીકેશનનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને તેમ છતા પણ દુનિયામાંથી કડીયા સમાજ શ્રી ગુર્જર યુવા સંગઠનના માધ્યમથી એક તાંતણે બંધાઈ રહ્યા હોવાનું યાદીમાં જણાવાયુ છે.

ફેસબુકમાં શ્રી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનના ઓફીશીયલ પેજમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. હાર્દિકભાઈ ચોટલીયા, રણજીતભાઈ ટાંક, હિતેશભાઈ પરમાર, સુનિલભાઈ ચૌહાણ, ભાવીનભાઈ ચોટલીયા વિ. આયોજનમાં જોડાયા હોવાનું ક્રિષ્ના ગોહેલની યાદીના અંતમાં જણાવાયુ છે.

(4:14 pm IST)