Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

માસ્ક વિનાના ૧૦૦ લોકોને પકડવા વોર્ડ દીઠ ટાર્ગેટ આપતા ઉદિત અગ્રવાલ

ગઇકાલે વોર્ડ નં.૭માં ૧૦૪ને દંડ તો બીજા વોર્ડમાં કેમ નહિ?અધિકારીઓને મ્યુ.કમિશ્નરનો ટોણો

રાજકોટ,તા.૧૫: શહેરમાં કોરોના કેસ ઘટાડવા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે વોર્ડ દિઠ માસ્ક વિનાનાં  ૧૦૦ લોકોને પકડવા મ્યુ.કમિશ્નરે ટાર્ગેટ  આપ્યાનું સતાવાાર સુત્રોએ જણાવ્યુ હતુ.

કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. લોકોને માસ્ક ફરજીયાત પહેરવા મ્યુ.કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર પાસેથી રૂ.૨૦૦નો દંડ વસુલવામાં આવે છે.

છેલ્લા ઘણા દિવસથી કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે માસ્કની ઝુંબેશ કડક કરવા મ્યુનિ.કમિશ્નર ઉદિત અગ્રવાલે વોર્ડ ઓફીસરોને તાકીદ કરી છે. દરેક વોર્ડમાં ૧૦૦નો ટાર્ગેટ આપ્યાનું સતાવાર સુત્રોએ જણાવ્યુ હતુ.અત્રે નોંધનીય છેક, ગઇકાલે વોર્ડ નં.૭માં ૧૦૪ લોકો માસ્ક વિના પકડાયા હતા.

(4:11 pm IST)