Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વંથલીના ગુન્હામાં દોઢ વર્ષથી ફરાર જામવાડીનો પટેલ ઝડપાઇ ગયો

રાજકોટ,તા.૧૫ : પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ અલગ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા બાબતે સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી. પો.સબ.ઇન્સ. એચ.ડી.હિંગરોજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેઙ કોન્સ. જયવીરસિંહ રાણા તથા ધમેન્દ્રભાઇ ચાવડા તથા રણજીતભાઇ ઘાઘલને હકીકત મળેલ કે જુનાગઢ જીલ્લાના વંથલી પો.સ્ટના ેકેન્ડ ગુ.ર.નં. ૦૨/૨૦૧૯ એકસપ્લોજીવ એકટ કલમ ૯-બી તથા ૫-એ મુજબના કામનો આરોપી વીષ્ણુભાઇ જેરામભાઇ ઠુમ્મર પટેલ ઉવ.૪૫ રહે. જામવાડી ગામ તા.ગોંડલ જામવાડી ગામ નજીક આવેલ કિશાન હોટલ પાસે ઉભેલ તપાસ કરતા હોઇ હાજર મળી આવતા તપાસના કામે ગોંડલ તાલુકા પો.સ્ટે હસ્તગત કરી સોપેલ છે.

એસ.ઓ.જી. રાજકોટ ગ્રામ્યના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા તથા ધમેન્દ્રભાઇ ચાવડા તથા હિતેષભાઇ અગ્રાવત તથા અમિતભાઇ કનેરીયા તથા પો.કોન્સ રણજીતભાઇ ઘાઘલ તથા વિજયગીરી ગોસ્વામીએ આ કાર્યવાહી કરી હતી.

(4:10 pm IST)