Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

રૈયાધાર ધરમનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : ૮ મહિલા ઝડપાઇ

અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ક્રાઇમ બ્રાંચે ઓફીસમાંથી ચાર અને ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાંથી થોરાળા પોલીસે ચારને પકડયા

રાજકોટ, તા. ૧પ : શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારમાં દરોડા પાડી જુગાર રમતા મહિલાઓ સહિત ૧૬ શખ્સોને પકડી લીધા હતા. જેમાં યુનિવર્સિટી પોલીસે ધરમનગરમાં મકાનમાંથી આઠ મહિલા, ક્રાઇમ બ્રાંચે અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ઓફીસમાંથી ચાર અને થોરાળા પોલીસે ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાંથી ચાર શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તથા એસીપી પી.કે. દીયોરાની સુચનાથી યુનિવર્સિટી પોલીલસ મથકના પીઆઇઆરએસ ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. રબારી, હેડ કોન્સ. રાજેશભાઇ, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, પુષ્પરાજસિંહ, મુકેશભાઇ, અજયભાઇ અને કૃષ્ણદેવસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે દોઢસો ફૂટ રોડ પર સદભાવના હોસ્પિટલની પાછળ ધરમનગર-૧માં રહેતા સાધનાબેન ઉર્ફે સંધ્યાબેન અમીતભાઇ મોનાણી (ઉ.વ.૩૯) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીકી સાધનાબેન ઉર્ફે સંખ્યાબેન મોનાણી તથા યુનિવર્સિટી રોડ બોમ્બે હાઉસીંગ-રના વીણાબેન છોટાભાઇ મકવાણા (ઉ.વ.પપ) કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ રૂડા-૧, શેરી નં. ૧૦ના માલતીબેન ભરતભાઇ માંડલીયા (ઉ.વ.પ૦), યુનિવર્સિટી રોડ કૈલાશ પાર્કના મમતા બેન નરેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.વ.પપ), મવડી મેઇન રોડ, નવલનગર-૬ના ગીતાબેન રાજુભાઇ ઘેલાણી (ઉ.વ.૪૪), યુનિવર્સિટી રોડ બોમ્બે હાઉસીંગ-રના અવનીબેન ઉર્ફે અમીનબેન હિતેષભાઇ ચૌહાણ (ઉ.વ.પ૧), યુનિવર્સિટી રોડ રવિરત્ન પાર્ક-૬ના નીતાબેન ઉર્ફે મીના નિલેષભાઇ અધેરા (ઉ.વ.૩પ) અને રૈયા રોડ સરસ્વતી પાર્ક  મેઇન રોડ શેરી નં.રના ગીતાબેન ભુપતભાઇ તેરૈયા (ઉ.વ.પપ)ને પકડી લઇ રૂ. પ૦,રપ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, હેડકોન્સ મોહનસીનખાન, નિશાંતનભાઇ, મહેશભાઇ મંઢ, દિપકભાઇ, તથા હિરેનભાઇ સહિત પેટ્રોલીલંગમાં હતા ત્યોર હેડ કોન્સ મોહનસીન ખાન, દીપકભાઇ અને દીપકભાઇને મળેલી બાતમીના આધારે અટીકા ઇન્ડસ્ટ્રીઝ રોજના ખુણે એન્જલ મોટર્સની સામે પંચેશ્વર એસ્ટેટમાં આવેલી બાલાજી એન્ટરપ્રાઇઝ નામની ઓફીસમાં દરોડો પાડી જુગાર-રમતા ઓફીસ માલીક તેજસ વાલજીભાઇ કાકડીયા (ઉ.વ.૩૪) (રહે. નાના મવા મેઇન રોડ રાજનગર), જયેશ બાબુભાઇ પરસાણા (ઉ.વ.૩ર), બાબુ જવાભાઇ રામાણી (ઉ.વ.૬૩) અને બાબરીયા કોલોનીના સમીર મનસુખભાઇ સોરઠીયા (ઉ.વ.૩૬) ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૪પ૩૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.ડી. જાદવ, હેડ કોન્સ. ભૂપતભાઇ,આનંદભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિજયભાઇ તથા જયદીપભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે નરસંગભાઇને મળેલી બાતમીના આધારે ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં. ૧૦૬ કવાર્ટર નં. ૭૮૧માં દરોડો પાડી કવાર્ટર માલીક ઇશાક જુમાભાઇ ખેભર (ઉ.વ.૭પ), ભગવતી સોસાયટીના અલ્તાફ રાણાભાઇ રાઉમા (ઉ.વ.૩ર) રીધ્ધી સિધ્ધી સોસાયટીના જાહીદ મહેમદખાન બ્લોચ (ઉ.વ.૪૦) અને કશ્યપ હરેશભાઇ મેતા (ઉ.વ.ર૪)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૩૪૭૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(4:10 pm IST)