Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

મૃત્યુ પામનાર ટ્રાન્સપોર્ટર પટેલ યુવાનના ઘરે કોવિડ-૧૯નું પોસ્ટર પણ લગાડાયું નહોતું: આજુબાજુમાં પણ કોઇને પોઝિટિવ કેસ આવ્યાની પણ ખબર નહોતી

આરોગ્ય તંત્રની બેદરકારી મામલે વિસ્તારના રહેવાસીઓમાંં ઉઠેલી ફરિયાદો

રાજકોટ તા. ૧૫: કોરોનાથી આજે વહેલી સવારે મૃત્યુ પામનાર મોરબી રોડ સોમનાથ સોસાયટીના પટેલ યુવાન નિતીનભાઇ જયંતિભાઇ સવસાણી (ઉ.વ.૩૫)ને કોરોના પોઝિટિવ આવ્યાની જાણ આજુબાજુના રહેવાસીઓને પણ નહોતી. વિસ્તારમાં   ઉઠેલી ફરિયાદો મુજબ કોરોના પોઝિટિવ જે ઘરમાં આવ્યો ત્યાં આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ-૧૯નું બોર્ડ પણ લગાવવામાં આવ્યું નહોતું.

મૃત્યુ પામનાર નિતીનભાઇ બે ભાઇમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે પુત્ર છે. પોતે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ધરાવતાં હતાં. તેમના મોટાભાઇના કહેવા મુજબ નિતીનભાઇ કયાંય બહારગામ ગયા નહોતાં. ગયા ગુરૂવારે તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં ત્યાં સોનોગ્રાફી, સીટી સ્કાન સહિતના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતાં. એ પછી ત્યાંથી કોરોનાની શંકા વ્યકત કરી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાનું કહેવાતાં સિવિલમાં લઇ  ગયા હતાં. જ્યાં શનિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયાની અમને જાણ કરવામાં આવી હતી.

(3:18 pm IST)