Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ કોવીડ-૧૯માં થીમ સોંગ વિડીયો બનાવ્યા

'હાર નહિ માનેંગે', 'મુસ્કુરાયેગા ઇન્ડિયા' થીમઃ ૨૪ છાત્રોએ ભાગ લીધો

અમદાવાદ તા.૧૫: સ્થિત ગુજરાતની અગ્રગણ્ય મેનેજમેન્ટ શિક્ષણ સંસ્થા શાંતિ બિઝનેસ સ્કૂલના ફર્સ્ટ યર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા 'હાર નહિ માનેંગે' અને ફાઈનલ યર મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા 'મુસ્કુરાયેગા ઇન્ડિયા' થીમ સોંગ પર આધારિત વિડિયો બનાવવામાં આવ્યો છે, કોવીડ-૧૯ મહામારી સામેની લડાઈમાં લોકોનો આત્માવિશ્વાસ જગાડવા, તેમજ દેશના લોકો અને સમાજમાં હકારાત્મકતા અને ઉત્સાહ જગાડવા માટે  વિદ્યાર્થીઓ દ્વારા આ થીમ સોન્ગ પર આધારિત વિડિયો બનાવવામાં આવ્યો છે. આ પ્રતિકૂળ સંજોગોમાં દેશના લોકોનો જુસ્સો, આશા, અને હિમ્મત વધારવા આ વિડીયોમાં ૨૪થીઙ્ગ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ વિડિયો દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો માટે પણ પ્રેરણાત્મક બનશે. આઙ્ગઅંગે સ્કૂલના ડિરેકટર ડો. નેહા શર્માએ જણાવ્યું હતું કે આ વિડીયો દ્વારા અમારાઙ્ગ વિદ્યાર્થીઓએઙ્ગ સમાજમાં આશા અને સકારાત્મકતાના સંદેશાને ફેલાવવા માટે એક પ્રયાસ કર્યો છે, અમે આવતી કાલનું ચિત્ર દોર્યું છે અને સામૂહિક પ્રયત્નોથી અમે ટૂંક સમયમાં તેને વાસ્તવિકતા બનાવીશું. સંસ્થા અને આસપાસના વિસ્તારોનું સેનિટાઇઝેશન પણ કરવામાં આવ્યું હતું, સાથે સાથે સંસ્થા દ્વારા પોતાના સફાઈ કર્મી, ચોકીદાર જેવાઙ્ગ નાના કર્મચારીઓ માટે રહેવા, જમવા અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી.

(2:59 pm IST)