Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

વડાપાઉં-પાણીપુરીની લારી, ફરસાણની દુકાન બહાર ભીડ કરનારા, માસ્ક ન પહેરનારા સહિત ૩૮ પકડાયા

રીક્ષામાં વધુ પેસેન્જર બેસાડનારા ચાલકો અને બાઇક પર ત્રીપલ સવારી નિકળનારા પણ પોલીસની ઝપટે ચડયા

રાજકોટ તા. ૧પ :.. કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં ચીંતા વધી રહી છે.

તેમ છતાં હજુ સુધી કેટલાક લોકો જાગૃત થવા તૈયાર નથી જેથી પોલીસ પણ કર્ફયુનો કડક અમલ કરાવી રહી છે. જેમાં જુદા જુદા વિસ્તારોમાં વડાપાઉં-પાણીપુરીની લારી પાસે પાનની દુકાન અને ફરસાણની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનારા વેપારીઓ અને રીક્ષામાં વધુ મુસાફરો બેસાડનારા ચાલકો તથા ટુ વ્હીલરમાં ત્રીપલ સવારી નીકળનારા ચાલકોને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેની વિગતો આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે સરદારનગર મેઇન રોડ પર કેબીન ખુલ્લી રાખી ગ્રાહકો એકઠા કરનાર હસમુખ નાનાલાલભાઇ પુજારા (ઉ.૩૮), ભુપેન્દ્ર રોડ પર જય સીયારામ વડાપાઉં નામની રેંકડી ચાલુ રાખી માસ્ક ન પહેરી અને હાથમાં ગ્લોઝ વગર અને ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર ચેતન કરશનભાઇ ગમારા, ભુપેન્દ્ર રોડ દીવાનપરા પોલીસ ચોકી પાસેથી માસ્ક પહેર્યા વગર નીકળેલા કલ્પેશ મુન્નાભાઇ બરોખરીયા, રાષ્ટ્રીય શાળા પાસે પાણી પુરીની રેંકડી પાસે ચાર કરતા વધુ ગ્રાહકો એકઠા કરનાર હરેશ પ્રમોદભાઇ ગુપ્તા, ત્રિકોણ બાગ પાસેથી જયેશ બકુલભાઇ અજાણીયા, આદીલ સલીમભાઇ ખોખર, મહિલા કોલેજ ચોક પાસેથી તારક દીલીપભાઇ જીકડીયા, મિલન હસમુખભાઇ કડેચા, તથા બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે જીજે-૭ એટી-૩૪૦૧ નંબરની રીક્ષામાં બેથી વધુ પેસેન્જર લઇને નિકળેલા પ્રકાશગીરી હરીગીરી ગોસ્વામી, કેસરી પુલ પરથી ઇશ્વર નાથાભાઇ સમેચા, કેવલ પ્રદીપભાઇ કાપડીયા, બેડી ચોકડી પાસેથી નીલેશ જયંતીભાઇ રાઠોડ, તથા થોરાળા પોલીસે ચૂનારાવાડ ચોકમાંથી આશીષ  જેન્તીભાઇ ચુનારા, રોહીત ચતુરભાઇ પાટડીયા, અજય રામજીભાઇ કુમારખાણીયા, તથા ભકિતનગર શ્યામ હોલની પાછળ રજત સોસાયટીમાં રાત્રે મોડે સુધી કૈલાશ ફરસાણ નામની દુકાન ખુલ્લી રાખનાર મયુર અરવિંદભાઇ દેવાણી, આનંદનગર મેઇન રોડ પરથી ભાર્ગવ જેન્તીભાઇ ખૂંટ, અલ્પેશ બાવાભાઇ રામાણી, કોઠારીયા મેઇન રોડ, પરથી દેવકલ દિનેશભાઇ ડોડીયા, રાજેશ મોહનલાલ આડેસરા, ફીરોઝ હબીબભાઇ કારેજા, મુસ્તાક મકસુદભાઇ મંસૂરી, તથા કુવાડવા રોડ પોલીસે  બામણબોર ગામ બંસલ પેટ્રોલ પંપ પાસેથી હરેશ રવજીભાઇ જેઠવા, સલીમ ઇબ્રાહીમભાઇ જેસાણી, તથા આજીડેમ પોલીસે આજીડેમ ચોકડી પાસેથી જી.જે. ૩ બીયુ. ૮૪૮૮ નંબરની રીક્ષામાં પાંચ મુસાફરોને લઇને નિકળેલા દિલીપ ભીખાભાઇ ખાંલીયા, કોઠારીયા રોડ આજીડેમ પોલીસ સ્ટેશન સામેથી નીરવ પરબતભાઇ સરવૈયા, આજીડેમ ચોકડી પાસેથી જનીતન ચનાભાઇ ચાવડા, તથા માલવીયાનગર પોલીસે કૃષ્ણનગર મેઇન રોડ સ્વામીનારાયણ ચોક પાસેથી બાઇક પર ત્રીપલ સવારી નીકળેલા વિજય અનિરૂધ્ધભાઇ કનોજીયા, ઉમીયા ચોકમાંથી જયદેવ ભગવાનજીભાઇ ચોટલીયા, કોટેચા ચોકમાંથી હર્ષિત વલ્લભભાઇ વાડોદરીયા, મવડી રોડ, આનંદ બંગલા ચોકમાંથી રમેશ ચંદુભાઇ વણપરીયા તથા પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પાસે ડેરાવાલા ડીલકસ નામની દુકાન ખુલ્લી રાખનાર અસરફ હુશેનભાઇ હીંગોરા, ધરમ સિનેમા પાસેથી જસ્મીન ચિમનભાઇ દલસાણીયા, જીતેત્દ્ર ગોરધનભાઇ ધુણીયાતર તથા તાલુકા પોલીસે ૮૦ ફૂટ રોડ મટુકી હોટલની બાજુમાં ખોડીયાર હોટલ રોડ પર દુકાન પાસે માણસો ભેગા કરનાર ઘોઘા કાબાભાઇ શિયાળ, વાવડી પોલીસ ચોકી પાસેથી મહેન્દ્રસિંહ ઉર્ફે મેન્દુ ધીરૂભાઇ રેવર તથા યુનિવર્સિટી પોલીસે રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર મેઇન રોડ પર ખોડીયાર ડીલકસ નામની પાનની દુકાન પાસે ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર કાળુ બુટાભાઇ પરમાર, આલાપગ્રીન સીટી પાસેથી સુનીલ નટુભાઇ સોલંકીને પકડી લઇક કાર્યવાહી કરી હતી. 

(2:55 pm IST)