Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

શ્રી કિરીટભાઇના જન્મદિને વી.ડી. બાલા દ્વારા રોપ વિતરણ

રાજકોટ : 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના જન્મદિન નિમિત્તે નવરંગ નેચર કલબના વી.ડી. બાલાએ રોપ વિતરણ કર્યુ હતું. વાંકાનેર તાલુકાના  અરણીટીંબા ગામે વિવિધ ફળના ૧૦૦૦ રોપાનું વિનામૂલ્યે વિતરણ કર્યુ હતું. જેમાં જામફળ, સીતાફળ કરમદા, ખરખોડી, મહુડા, આંબળા, બોરસલી, બહેડા વગેરેના રોપ અપાયા હતા. હરિયાળુ ગામ અભિયાન અંતર્ગત નવરંગ કલબે અરણીટીંબા ગામ પસંદ કર્યુ હતું. ઉત્સાહી સરપંચ ઇંદ્રીશભાઇ કડીવારે રોપ વિતરણ કાર્યક્રમમાં ભરપુર સહયોગ કરીને ગામને લીલુછમ બનાવવા નિર્ધાર કર્યો હતો.

(2:52 pm IST)