Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

સ્કાઉટ ગાઇડ દ્વારા અભયભાઇનું સન્માન

રાજકોટ : રાજકોટ શહેર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ દ્વારા રાજયસભાનાં સાંસદ અને રાજકોટ જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડના પ્રમુખ અભયભાઇ ભારદ્વાજનું જિલ્લા સંઘના હોેદદારો દ્વારા સન્માન - અભિવાદન કરવામાં આવેલ. સ્ટેટ ચીફ કમિશ્નર જનાર્દનભાઇ પંડયાએ સ્કાર્ફ પહેરાવી તેમજ ડીસ્ટ્રીક ચીફ કમિશ્નર મનિષ મહેતાએ મોમેન્ટો આપી બહુમાન કરેલ. જયારે ગાયત્રી પરિવારનું ઉપવસ્ત્ર જિલ્લા મત્રી ભીખાલાલ સીદપરાએ પહેરાવી સન્માન કરેલ. આ તકે સાંસદ અભયભાઇ ભારદ્વાજે પોતાના વિદ્યાર્થીકાળના સમયને યાદ કરી સ્કાઉટ ગાઇડ પ્રવૃત્તિઓની સરાહના કરેલ. જયારે તેઓ યુગાન્ડા દેશના ઝીંઝા ખાતે પોતાની બાલ્યઅવસ્થામાં પ્રેસીડેન્ટ સ્કાઉટ પણ રહી ચુકયા છે. સાથો સાથ ૨૦૦૭ થી રાજકોટ જિલ્લા ભારત સ્કાઉટ ગાઉડના પ્રમુખપદે બીરાજમાન છે. આ અભિવાદન કાર્યક્રમમાં સ્કાઉટ માસ્ટર પ્રોફેસર ડો. સંદીપ વાળા, નયનભાઇ મહેતા, ગાઇડ કેપ્ટન હિનાબેન જાની, અલ્કાબેન મોરી, જુલીબેન હિંગરાજીયા, ગીતાબેન ડોબરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:51 pm IST)