Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

ગોળમાં સલ્ફાઇડ વધુ : મીઠામાં આયોડીનમાં વધઘટ : ૬ નમૂના ફેઇલ

મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચેકીંગ ઝુંબેશ : અંકુર, દાંડી, પ્રાઇમ બ્રાન્ડના મીઠાના નમૂના નાપાસ : રાજભોગ, કોલ્હાપુર ગોળ (લુઝ), આર.એમ. પારસમણી ગોળના નમૂના પણ નાપાસ : ફરસાણના ધંધાર્થીઓને ત્યાંથી ૭ કિલો દાઝયા તેલનો નાશ કરાયો : સીંગતેલના ૭ નમૂના લઇ લેબોરેટરી ટેસ્ટીંગ

રાજકોટ તા. ૧૫ : મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આજે ખાદ્ય પદાર્થોની ચેકીંગ ઝુંબેશ હાથ ધરાયેલ. જેમાં સીંગતેલની વિવિધ બ્રાન્ડના ૭ નમૂનાઓ લઇ લેબોરેટરી ટેસ્ટીંગમાં મોકલી અપાયેલ તેમજ અગાઉ લેવાયેલ ગોળ અને મીઠાના ૬ નમૂનાઓ નાપાસ જાહેર થતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તેમજ લોકોને આરોગ્યપ્રદ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે નીચે દર્શાવેલ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં વિવિધ વેપારીઓ તથા ઉત્પાદકોને ત્યાંથી સીંગતેલના નમૂના લેવાયા હતા.

જ્યાંથી નમૂનાઓ લેવાયેલ તેમાં કાકા ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ ઓઇલ (પેકડ) - લાભ એજન્સી, મવડી મે. રોડ, ઝીલમીલ બ્રાન્ડ મગફળીનું સીંગતેલ (પેકડ)- બાલાજી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, કાલાવડ રોડ, આત્મિય સીંગતેલ (પેકડ) - માધવ એન્ટરપ્રાઇઝ, પેડક રોડ, પૂજા મગફળીનું સીંગતેલ (પેકડ)-ઉમિયા એજન્સી, ગુંદાવાડી મે. રોડ મહાલક્ષ્મી ગ્રાઉન્ડનટ ઓઇલ (પેકડ) વસુંધરા ગોલ્ડ ગ્રાઉન્ડનટ આઇલ (પેકડ)       મેસર્સ વ્રજલાલ મંગળજી, પારેવડી ચોક, શ્રી કિશાન સિંગતેલ (પેકડ) -કનૈયા અનાજ ભંડાર, જૂનુ માર્કેટીંગ યાર્ડનો સમાવેશ થાય છે.

ગોળ - મીઠાના ૬ નમૂના ફેઇલ

જે ગોળ અને મીઠાના નમૂના નાપાસ જાહેર થયા છે તેમાં અંકુર સંપૂર્ણ નમક  સદગુરુ સોલ્ટ, દાણાપીઠ ચોક, રાજકોટ        (આયોડિન કન્ટેન નિયત પ્રમાણ કરતા વધુ), પ્રાઈમ રીફાઇન્ડ આયોડાઇઝડ સોલ્ટ (૧ કિ.ગ્રા. પેકડ) તાજ સોલ્ટ સપ્લાયર, સંત કબીર રોડ (આયોડિન કન્ટેન નિયત પ્રમાણ કરતા વધુ), દાંડી રીફાઇન્ડ ફ્રીફલો આયોડાઇઝ સોલ્ટ(૧ કિ.ગ્રા. પેકડ) જી.ટી. સોલ્ટ સપ્લાયર,જયનાથ પેટ્રોલ પંપની બાજુમાં, ભાવનગર રોડ (આયોડિન કન્ટેન નિયત પ્રમાણ કરતા વધુ), રાજભોગ ગોળ મેં. પટેલ હંસરાજભાઈ ડાયાભાઈ ૧-ગુંદાવાડી કેનાલ રોડ,(FSSAI લોગો નથી) કોલ્હાપુરી ગોળ (લુઝ) 'બાટવીયા બ્રધર્સ' ૨૦-ન્યુ જાગનાથ પ્લોટ, (સલ્ફાઇટ કન્ટેન્ટ વધુ), આરએમ પારસમણી ગોળ (પેકડ) જીગ્નેશ ટ્રેડર્સ - કોઠારિયા રોડ  (સલ્ફાઇટ કન્ટેન્ટ વધુ)

ફરસાણના ધંધાર્થીઓનું ચેકીંગ

જ્યારે શહેરના કનક રોડ, ૮૦' રોડ, મવડી ચોક, બાપા સિતારામ ચોક, કે.કે.વી. ચોક, કાલાવાડ રોડ, ટાગોર રોડ, ગોંડલ રોડ વિસ્તારમાં આવેલ ફરસાણ ઉત્પાદન ધંધાર્થીઓની TPC વેલ્યુ અન્વયે કુલ ૫૦ દુકાનમાં વપરાતા યુઝડ કુકીંગ ઓઇલની ચકાસણી કરેલ, ચકાસણી  દરમ્યાન બિનઆરોગ્યપ્રદ તેમજ અખાદ્ય કુલ ૦૭ કિ.ગ્રા. દાજીયુ તેલ મળી આવતા તેનો નાશ કરેલ તેમજ સ્થળ પર નોટીસ આપેલ હતી.

(3:16 pm IST)