Gujarati News

Gujarati News

News of Wednesday, 15th July 2020

હવે રાજકોટમાં હેર કટીંગ સલુનની દુકાનો સાંજે પાંચ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે

ક્ષૌરકર્મ ધંધાદાર સમીતી દ્વારા દુકાનો વ્હેલી બંધ કરવા નિર્ણય : વેપારી એસોસીએશન, વેપારી મંડળોએ સ્વૈચ્છિક રીતે વહેલું બંધ કરવા નિર્ણય કર્યા બાદ શૌરકર્મી પણ જોડાયા

રાજકોટઃ તા.૧૫, રાજકોટ ક્ષૌરકર્મ  ધંધાદાર સમીતી દ્વારા હેરકટિંગ સલૂનની દુકાનો વહેલી વહેલી બંધ કરવા નિર્ણય કરાયો છે એક યાદી મુજબ રાજકોટમાં દરરોજ ૩૦ થી ૩૫ કેસ કોરોના પોઝિટિવ આવતા રહ્યા છે અને આકડા દિવસેને દિવસે  વધી રહ્યો હોય આ પોઝિટિવ કેસોની ગંભીરતા ધ્યાનમાં લઈ અને રાજકોટ વેપારી એસોસીએશન, વેપારી મંડળો, એ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા તથા દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય કર્યો હોય ત્યારે સલૂનો પણ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ અને રાજકોટ હેર કટીંગ સલૂન ની તમામ દુકાનો સાંજે ૫ાંચ વાગ્યે બંધ કરી દેવા અનુરોધ કરાયો છે.

 વધુમાં જો કદાચ કલેકટરરી ટૂંક સમયમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર કરે અને આપણે પહેલાની જેમ આખો દિવસ દુકાન બંધ રાખવાની હાલત આવે અને પરિસ્થિતિ પહેલા લોકડાઉન જેવી નબળી બની જાય તે પહેલા જો આવું પગલું ભરવામાં આવે તો કદાચ કલેકટરશ્રી તથા સરકારશ્રી  હેર કટીંગ સલૂન નો વ્યવસાય અડધા દિવસ માટે શરૂ રાખવા પ્રેરાય તેમ યાદીમાં જણાવ્યું છે.

(3:15 pm IST)