Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

દામનગરની નંદીશાળા (બળદ)ના લાભાર્થે બુધવારે મ્યુઝીકલ કાર્યક્રમ યોજાશે

રાજકોટ,તા.૧૫: જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દામનગરના લાભાર્થે ''એક શામ બેઝુંબા કે નામ'' શિર્ષક હેઠળ તા.૧૭ના બુધવારના રાત્રીના ૯ વાગ્યાથી મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવેલ છે.

ગૌશાળા માટે તો અનેકવિધ કાર્યક્રમો યોજાય છે. પણ સૌ પ્રથમ વખત  નંદીશાળા (બળદ) માટે કાર્યક્રમ યોજાયેલ છે. જયાં બિમાર- લુલા- લંગડા- બળદોની સેવા, સારવાર કરવામાં આવે છે.

આ કાર્યક્રમ આયોજક હિરેનભાઈ ધારૈયા અને હાર્દિકભાઈ ધારૈયા, કલાકારો જયંત ગજજર, મૌલિક ગજજર, દિપ્તી ગજજર, કાજલ ગજજર, અતુલ ગજજર, હીતેષ ગજજર, કમલ ગજજર, ધર્મેશ ગજજર, દિપકભાઈ ગજજર, અજયભાઈ પંચાસરા જમાવટ કરશે. મ્યુઝીક ડાયરેકટર રાજુભાઈ ત્રિવેદી, હિતેષ મહેતા અને એન્કર બિપીનભાઈ વસાણી સેવા આપશે.

 ભાવુભા ગઢવી, સુમનભાઈ ચાવડા, પ્રકાશ ડોડીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)(

(3:37 pm IST)