Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જીનિયસ સુપર કિડસના મનોદિવ્યાંગ બાળકોની મુલાકાતે

રાજકોટઃ તાજેતરમાં મનો-દિવ્યાંગ બાળકોની પ્રતીભાઓને નિખારીને તેને સમાજમાં સ્વનિર્ભર અને આત્મસન્માનથી જીવી શકે તે માટે તાલિમ અને શિક્ષણ આપતી નામાંકીત સંસ્થા જીનિયસ સુપર કિડસની મુલાકાતે રાજકોટના કલેકટર ડો.રાહુલ ગુપ્તા આવ્યા.  તેઓ સંસ્થાના ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવતા શિક્ષકોની ટીમ અને તન-મન-ધનથી મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતાં સંચાલકોને મળીને તેમજ મનોદિવ્યાંગ બાળકો માટે બીજી કોઇ જગ્યાએ ન જોઇ હોય તેવી સગવડતાઓ નિહાળી અને સંસ્થાની વિવિધ પ્રવૃતિઓ વિશે જાણી તેઓ અભિભુત થયા હતા. જીનિયસ સુપર કિડસના મનોદિવ્યાંગ બાળકોની પ્રતીભાઓને નિખારીને તેને સમાજમાં સ્વનિર્ભર અને આત્મ-સન્માનથી જીવી શકે તે માટે છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ ખાતે તાલિમ અને શિક્ષણ આપતી સંસ્થા છે ગત  વર્ષે આ સંસ્થાને અપગ્રેડ કરીને મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે અત્યાધુનિક જીનિયસ સુપર કિડસ થેરાપી સેન્ટર પણ અહી કાર્યરત કરવામાં આવ્યું છે. આ મુલાકાતમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તાની સાથે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ પરેશભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રેસિડન્ટ રમેશભાઇ ટીલાળા, અગ્રણી ઉદ્યોગપતી મનસુખભાઇ પાન અને શિલ્પન બિલ્ડર્સના મેનેજીગ ડાયરેકટર ભરતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન માટે સંસ્થાના ચેરમેન ડી વી મહેતા અને સી.ઇ.ઓ. ડીમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં જીનિયસ સુપર કિડસના સેકશન હેડ બીજલબેન હરખાણી દર્શનભાઇ પરીખ, શ્રીકાંતભાઇ તન્ના,કાજલબેન શુકલ, મનિન્દર કૌર કેશપ, રૈના કોટક, અને દ્રિષ્ટિ ઓઝા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(3:37 pm IST)