Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સંતો - મહંતોના આશીર્વાદ અને કૃપાથી ગુજરાતને રોલ મોડેલ બનાવીશું : વિજયભાઈ રૂપાણી : જેના મુખમાં મહાવીરનું નામ હોય તેના મુખમાં માવો - ફાકી વગેરે કોઇ વ્યસન ન હોય : પૂ.નમ્રમુનિ મ.સાહેબ..

રાજકોટ રોયલ પાકૅ સ્થાનકવાસી જૈન મોટા સંઘ,ડુંગર દરબાર પટાંગણમાં પૂ.સુશાંત મુનિ મ.સા.,રાષ્ટ્ર સંત પૂ.નમ્ર મુનિ મ.સા.સહિત 75 સંત - સતિજીઓનો સમૂહ ચાતુર્માસ મંગલ પ્રવેશોત્સવ સંપન્ન....

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી,અંજલીબેન રૂપાણી,સંસદ સભ્ય,ધારા સભ્ય,મેયર સહિત અનેક રાજકીય અને સામાજીક ક્ષેત્રોનાં ગણમાન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ....:આગામી 30/9/18 ના સ્થાનકવાસી સમાજનું સમૂહ સંઘ જમણનું આયોજન થશે...: સંવતસરી 13/9/18 ના દિવસેએક સાથે 11000 થી વધારે આરાધકો સમૂહ પ્રતિક્રમણમાં જોડાશે....: 25/11/18 ના સામૂહિક પૂ.સંત - સતિજીઓના વળામણા... : આચાર્ય પૂ.યશોવિજયજી .સા.,ગોંડલ સંપ્રદાય,અજરામર,સંઘાણી સંપ્રદાય તથા શ્રમણ સંઘ ના મહાસતિજીઓની પ્રેરક ઉપસ્થિતિ.... : દિલ્હી, કોલકત્તા,ચેન્નાઈ,મુંબઈ, અમદાવાદ સૌરાષ્ટ્ર સહિત દેશ - વિદેશના અનેક જૈન શ્રેષ્ઠિવર્યો ઉપસ્થિત રહ્યાં... : હજારો ભાવિકો સાથે દશૅનીય શોભાયાત્રા નીકળી..

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ભાવિકો જે ઘડી અને જે પળની પ્રતિક્ષા કરી રહ્યાં હતાં તે દિવસ એટલે કે રોયલ પાકૅ સમૂહ ચાતુર્માસ પ્રવેશોત્સવ 15/7 રવિવારના રોજ આવી ગયો અને ધર્મોલ્લાસપૂવૅક ચાતુર્માસ પ્રવેશોત્સવ ઊજવાઈ ગયો.

ગોંડલ સંપ્રદાયના પૂ.સુશાંત મુનિ .સા.,રાષ્ટ્ર સંત પૂ.નમ્રમુનિ .સા.આદિ 6 સંતો એવમ્ 69 મહાસતિજીઓના સં.2018 રોયલ પાકૅ સ્થાનકવાસી જૈન મોટા સંઘના ચાતુર્માસ મંગલ પ્રવેશોત્સવ કાયૅક્રમનો શુભાંરભ *દશૅનીય શોભાયાત્રા નટવરલાલ હરજીવનદાસ શેઠ* ના નિવાસ સ્થાન ઠાકોર દ્રાર પણૅકુટિ સોસાયટીથી મહાવીરના જય જયકાર સાથે નીકળી તપ સમ્રાટ ચોક થઈ જીતુભાઈ બેનાણીના એટલાન્ટા એપાટૅમેન્ટ થઈ " ડુંગર દરબાર " પટાંગણમાં ધમૅ સભામાં પરીવર્તીત થયેલ.શોભાયાત્રામાં *લુક એન લનૅ જૈન જ્ઞાનધામના નાના - નાના ભૂલકાઓએ* દેવ ,ગુરુ અને ધમૅને શાસન સલામી આપતી ધ્યાનાકષૅક અનોખી પરેડ પ્રસ્તુત કરેલ.જૈન વિઝન ગ્રુપના સભ્યોએ શોભાયાત્રામાં પ્રશંસનીય સેવા પ્રદાન કરેલ.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે સાતાકારી નવકારશીનો લાભ લીધેલ.

ધમૅ સભામાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી,સંસદ સભ્ય,ધારાસભ્ય,મેયર સહિત અનેક રાજકીય અને સામાજીક ક્ષેત્રોનાં ગણ માન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેલ.

*મનોજ ડેલીવાળાએ* જણાવ્યું કે પાવન પ્રસંગે મૂર્તિ પૂજક સમૂદાયના આચાર્ય ભગવંત પૂ.યશોવિજયસૂરિશ્ર્વરજી .સા.તથા  ગોંડલ સંપ્રદાય,અજરામર,સંઘાણી સંપ્રદાય તથા શ્રમણ સંઘના મહાસતિજીઓની પ્રેરક ઉપસ્થિતિ રહેલ.

ચાતુર્માસ પ્રવેશોત્સવ પાવન પ્રસંગનું મંગલાચરણ પૂ.સુશાંતમુનિ .સાહેબે પંચ પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવી કરાવેલ.ચતુર્વિધ સંઘનું શબ્દોથી સ્વાગત *ચંદ્રકાન્તભાઈ શેઠે કરેલ.ગોંડલ સંપ્રદાયવતી પ્રવિણભાઈ કોઠારીએ શુભેચ્છા આપેલ.મોટા સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ દોશી, મુંબઈ મહા સંઘના સંજયભાઈ સંઘવી,કાઠિયાવાડ સમાજવતી મહેશભાઈ અંબાવી,મુંબઈ બોરીવલી સંઘના જયંતભાઈ જોબાલીયા* શુભેચ્છા અર્પેલ. *ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ ..ના સુશિષ્યા પૂ.સોનલબાઈ .. જશ પરિવારવતી,અજરામર સંપ્રદાયવતી પૂ.નમનકુમારીજી,સંઘાણી સંપ્રદાયવતી પૂ.હિનાબાઈ ..* ચાતુર્માસ શુભેચ્છાના ભાવો ફરમાવેલ.પૂ.ગુરુદેવ નમ્રમુનિ .સાહેબે મહા પ્રભાવક સ્તોત્રની જપ સાધના કરાવતા વાતાવરણમાં દિવ્યતા પ્રસરી ગયેલ.પૂજ્યવર ડુંગર ગુરુપ્રાણ ચાતુર્માસ સમિતિએ *નટવરલાલ હરજીવનદાસ શેઠ* ને ચાતુર્માસ સંઘપતિ તરીકેની ઉદઘોષણા કરેલ.સમારોહ મધ્યે *માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર,માતુશ્રી કંચનબેન રમણીકભાઈ શેઠ પરિવાર, માતુશ્રી કાશમીરાબેન કાંતિભાઈ શેઠ પરિવાર,માતુશ્રી વનિતાબેન જયવંતભાઈ જસાણી પરિવાર તથા માતુશ્રી ધનલક્ષ્મીબેન રતિલાલ ઠોસાણી પરિવાર* નું  સ્મૃતિ ચિન્હ આપી અભિવાદન કરવામાં આવેલ.સમારોહ મધ્યે ઉદારદિલા *અજયભાઈ શેઠના માતબર અનુદાનથી જૈન સાધર્મિક હેલ્પ પ્રોજેકટ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને હસ્તે ખૂલ્લો મૂકવામાં આવેલ.*

પૂ.સુશાંત મુનિ .. પ્રસંગોચિત્ત વકતવ્ય આપેલ. *નૂતન દીક્ષિત ડૉ. પૂ.પરમ સંબોધિજી,ડૉ. પૂ.પરમ પવિત્રતાજી,પૂ.પરમ ઋષિતાજી મહાસતિજીઓએ* અલગ શૈલીમાં એક સાથે ચાતુર્માસ મંગલ સંદેશ અને  પૂ.નમ્રમુનિ .સા.પ્રેરિત દેશ - વિદેશમાં ચાલતા મીશનથી સૌને માહિતગાર કરેલ. *પૂ.ગુરુદેવ નમ્રમુનિ .સાહેબે* પોતાના મનનીય પ્રવચન આપતા કહ્યું કે સંત એટલે ભક્ત અને ભગવાન ને જોડવાનું સેતુ છે.આરસ ભલે દેખાવમાં આકષૅક લાગે પરંતુ તેની ઉપર બીજ વાવવાથી ફળ મળે પરંતુ કાળી માટી દેખાવમાં ભલે કાળી હોય પરંતુ આવી ફળદ્રુપ જમીનમાં બીજ વાવીએ તો સુંદર ફળ મળ્યા વગર રહે નહીં.ધમૅ સ્થાનકમાં શો માટે નહીં સ્વ એટલે કે આત્મા માટે આવજો.

પૂ.ગુરુદેવ નમ્રમુનિ .સાહેબે સમૂહ ચાતુર્માસ દરમ્યાન આયોજિત થનાર કાયૅક્રમોની વિસ્તૃત માહિતી આપેલ.પૂ.નમ્ર મુનિ .સાહેબે કહ્યું કે જેના મુખમાં મહાવીરનું નામ હોય તેના મુખમાં કદી માવો કે ફાકી કે અન્ય વ્યસન હોય. *ઉપસ્થિત અનેક ભાવિકોએ પાન,ફાકી વગેરે વ્યસન છોડવાનો સંકલ્પ કરેલ.*

મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ઉદ્ બોધનમાં જણાવ્યું કે પ્રત્યેક જીવોની ચિંતા કરે તે રાજ ધમૅ છે.ગુજરાતનો અધ્યાત્મિક અને સંસ્કારોમાં અવલ્લ નંબર છે. સરકાર ઉપર ધમૅ ગુરુઓની કૃપા દ્રષ્ટિ છે.ગુજરાત દરેક ક્ષેત્રે રોલ મોડેલ બને તેવા પ્રયત્ન કરી રહ્યાં છીએ.ગુજરાત સરકાર ગૌવંશની હત્યા થાય તે માટે કડક કાયદો લાવ્યું.અબોલ જીવો માટે કરૂણા એમ્બુયલન્સ 1962 ના નંબરથી ચાલુ કરી.હાઈ - વે ઉપર પગદંડીનું નિમૉણ ત્વરિત પૂણૅ થાય તે માટે પ્રયત્ન ચાલુ છે.વધુમાં તેઓએ કહ્યું કે સંતો,મહંતોના આશીર્વાદ અમારા માટે શકિત છે.

*મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રોયલ પાકૅ ઉપાશ્રય " સી.એમ.શેઠ પૌષધશાળા " નું લોકાપૅણ પ્રતિકરૂપે  કરવામાં આવેલ.* માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરીવારની સેવાને ધ્યાનમાં લઈ શેઠ પરીવારનું સન્માન કરવામાં આવેલ.

પાવન પ્રસંગે દિલ્હી,કોલકત્તા,ચેન્નાઈ,મુંબઈ,અમદાવાદ, સૌરાષ્ટ્રના સહિત દેશ - વિદેશના અનેક જૈન શ્રેષ્ઠિવર્યો ઉપસ્થિત રહ્યા હતાં.કાયૅક્રમમાં *સુપ્રસિધ્ધ સંગીતકાર હાર્દિક શાહે ભક્તિ સંગીતથી સમગ્ર ભાવિકોને તરબોળ કરી દિધેલ.કાયૅક્રમનું સુંદર સૂત્ર સંચાલન હેમલભાઈ મહેતા, તથા મહિલા મંડળના અગ્રણી વીણાબેન શેઠે કરેલ સાથે ઉપેનભાઈ મોદીએ* સંચાલનમા સહયોગ આપેલ.કાયૅક્રમ પૂણૅ થયા બાદ હજારો ભાવિકોએ ભોજનનો લાભ લીધેલ.

*સંવતસરીના પાવન દિવસે એક સાથે 11000 થી વધારે ભાવિકો સમૂહમાં પ્રતિક્રમણ કરશે* તેવી ઉદ્ ઘોષણા જીતુભઈ કોઠારીએ કરેલ અને મુખ્ય મંત્રીશ્રીને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપેલ.આગામી *30/9/18 ના સમસ્ત રાજકોટના સ્થાનકવાસી સંઘોનું સમૂહ સંઘ જમણ* નું આયોજન થશે. *તા.25/11/18 ના પૂ.સંત - સતિજીઓના સામૂહિક વળામણાનો કાયૅક્રમ થશે.* સમારોહમાં સંઘોના અગ્રણીઓના વરદ્ હસ્તે " દશૅનમ્ " બુકનુ વિમોચન કરવામાં આવેલ.

કાયૅક્રમને સફળ બનાવવા માટે સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘો,પૂજ્યવર ડુંગર ગુરુપ્રાણ સમૂહ ચાતુર્માસ સમિતિ,અહૅમ ગ્રુપ,લુક એન લનૅ,જૈન વિઝન,જૈનમ્ ગ્રુપ,જૈન પ્રોગ્રેસિવ ગ્રુપ,મહિલા મંડળો,પુત્ર વધુ મંડળો સહિત અનેક ભાવિકોએ સરાહનીય સેવા પ્રદાન કરેલ.

કાયૅક્રમ પૂણૅ થયા બાદ *પૂ.પરમ પવિત્રમુનિ .સાહેબે* મંગલ પાઠ માંગલિક ફરમાવેલ. *સરકાર અને હવામાન ખાતા તરફથી બે દિવસ ભારે તથા અતિભારે વરસાદની આગાહી હતી પરંતુ દેવ,ગુરુ ,ધમૅ અને શાસન દેવની અસીમ કૃપાથી કાયૅક્રમમાં ઉપસ્થિત સાત હજારથી વધારે ભાવિકોએ ભોજન પૂણૅ કયૉ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી હતી.* સમગ્ર કાયૅક્રમ એકદમ ધમૅમય માહોલમાં પૂણૅ થયેલ તેમ એક યાદિમાં જણાવાયું છે.

(6:45 pm IST)