Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

રાજકોટમાં એકધારો ધીમીધારે વરસતો વરસાદ : રસ્તાઓ ભીના : વાતાવરણમાં ઠંકડ : આકાશ ગોરંભાયું

રાજકોટ :રાજકોટમાં આજે બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળો ઘસી આવ્યા હતા અને વાતાવરણ ગોરંભાયું હતું વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાયો હતો પરંતુ છેલ્લા બે કલાકથી સતત ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે એકધારાધીમીધારે વરસતા  રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

  આકાશ હજુ ગોરંભાયું છે વાતાવરણ એકરસ જોવા મળે છે અને વરસાદ જુસ્સાભેર તૂટી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે જોકે વરસાદ હજુ પણ ધીમીધારે વરસી રહયો છે

(6:06 pm IST)