Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

સોરઠીયા વાડી અને મનહરપરામાંથી સોહીલ શાહમદારને ૩૭ હજારના દારૂ અને રિક્ષા સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યોઃ દિલાવર ઉર્ફ જીણી ભાગી ગયો

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ઉનડકટ, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. અમૃતભાઇ મકવાણા, પ્રતાપસિંહ ઝાલા, યોગેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ વનાણી, પુષ્પરાજસિંહ પરમાર, હરેશગીરી સહિતના અષાઢી બીજના બંદોબસ્તમાં હતાં ત્યારે અમૃતભાઇ મકવાણાની બાતમી પરથી સોરઠીયા વાડી પાસેથી સોહિલશા હસનશા શાહમદાર (ઉ.૨૧-રહે. મનહરપરા-૧)ને રૂ. ૩૭૪૪૦ના ૭૨ બોટલ દારૂ અને રિક્ષા જીજે૩એઝેડ-૦૬૮૪ અને એકસેસ સાથે પકડી લેવાયો હતો. દરોડો પડતાં સાથેનો દિલાવર ઉર્ફ જીણી સલિમભાઇ મકરાણી (રહે. ન્યુ ઘાંચીવાડ-૪) ભાગી ગયો હતો.

(11:15 am IST)