Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

દુધ સાગર રોડ પર અમરનગરમાં ૧૮ વર્ષની કાજલ માણસુરીયાનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટઃ દૂધ સાગર રોડ પર એચ. જે. સ્ટીલ સામે અમરનગર-૧ના સાગર ચોકમાં રહેતી કાજલ દિનેશભાઇ માણસુરીયા (ઉ.૧૮) નામની કોળી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવામાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ૧૦૮ના ઇએમટી કોમલબેને જાણ કરતાં થોરાળાના એએસઆઇ જે. કે.જાડેજાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવતિ પાંચ બહેન અને એક ભાઇમાં પાંચમી હતી. તેના પિતા રિક્ષા ડ્રાઇવીંગ કરે છે. આપઘાતનું કારણ જાણવા ન મળતાં તપાસ યથાવત રખાઇ છે.

(11:14 am IST)