Gujarati News

Gujarati News

News of Sunday, 15th July 2018

મોરબી રોડ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં યતિનભાઇ ખત્રીના મકાનમાંથી ૧.૪૮ લાખની ચોરી

રાજકોટઃ મોરબી રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૧માં રહેતાં યતિનભાઇ પ્રવિણભાઇ બોસમીયા (ખત્રી) (ઉ.૨૮) નામના યુવાનના ૧૩મીના સાંજના પાંચથી ૧૪મીના રાતના નવ સુધી બંધ રહેલા મકાનના તાળા તોડી તસ્કરો કબાટમાંથી સોનાની બુટી, સોનાનો ચેઇન, બે સોનાની બંગડી, બે પાટલા, બે સોનાના પેન્ડન્ટ, ચાર સોનાના દાણા, એક જોડી સોનાનીલટકણ, એક સોનાની મગમાળા, પંદર ચાંદીની ગીની, બે ચાંદીના સિક્કા, ત્રણ જોડી ચાંદીના સાંકળા, એક જોડી પગપાના, એક ચાંદીનું મંગલસુત્ર, સાત ચાંદીની વીંટી, રોકડા રૂ. ૮ હજાર મળી કુલ રૂ. ૧,૪૮,૦૦૦ની મત્તા કોઇ ચોરી જતાં બી-ડિવીઝનના પીએસઆઇ એચ. જી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખત્રી પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતાં અને રેઢા ઘરમાં ચોર ત્રાટકયા હતાં.

(11:14 am IST)