Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આંબેડકરનગર પાસે ટાયર સળગાવવાનો પ્રયાસ કરનારા સીસીટીવી કેમેરામાં દેખાયા

રાજકોટઃ શહેરમાં બપોરે આંબેડકરનગર ચોકમાં રોડ પર ટાયરો સળગાવવાનો પ્રયાસ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. બે શખ્સ બાઇક પર ટાયરો સાથે આવે છે અને ટાયરો સળગાવવા પ્રયાસ કરે છે  તે દેખાય છે. જો કે ટાયરો સળગતાં નથી પણ જે પ્રવાહી છાંટવામાં આવ્યું હોય છે તેના કારણે ભડકો થાય છે. સોશિયલ મિડીયામાં આ ફૂટેજ વાયરલ થયા છે.

(3:57 pm IST)