Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વાવડીમાં ટનાટન વિકાસ માટે પ્રદિપ ડવ કટીબધ્ધ

મકાન વેરા આકારણી-પાણી-નિયમીત સફાઇ- રસ્તા રીપેરીંગ સહિતનાં પ્રશ્નો ઉકેલવા મેયર અને સેનીટેશન ચેરમેન અશ્વિન પાંભરે સ્થળ મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવા તંત્રને સુચનાઓ આપી

રાજકોટ,તા. ૧૫: વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર અને મેયર ડો.પ્રદિપ ડવ વોર્ડ જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે વોર્ડની મુલાકાત લઇ રહ્યા છે. જેના અનુસંધાને આજ તા.૧૫જૂનના રોજ રામધણ પાસે ચાલી રહેલ વોંકળાની સફાઈ તેમજ વાવડી વિસ્તારના ટેકસ, સફાઈ, પાણી, રોડ-રસ્તા વિગેરે પ્રશ્નના નિરાકરણ માટે સ્થળ મુલાકાત લઇ તાકિદે પ્રશ્નો ઉકેલવા સુચના આપી હતી.

સ્થળ મુલાકાત વખતે વોડ નં.૧૨ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, ભાજપ અગ્રણી ચેતનભાઈ લાઠીયા, મૌલિકકુમાર દેલવાડિયા તથા પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, દિગ્વિજય તુવર, એ.ટી.પી. મકવાણા, ડે. એન્જી. અમિતભાઈ ડાભી, વોર્ડ ઓફીસ નિરજ રાજયગુરૂ વિગેરે જોડાયેલ.

વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં અમુક રહેણાંક વિસ્તારમાં આકારણી બાકી છે તે વહેલાસર કરી આપવા અને આવા વિસ્તારોને પીવાના પાણીના કનેકશન મળે તે તેમજ જે જે વિસ્તારમાં સફાઈની કામગીરી નથી થતી તે વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય તે માટે તાકીદ કરેલ.

ઉપરાંત મેયરશ્રી તથા સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ રામધણ પાસેના વોંકળાની થઇ રહેલ સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરી વોંકળો સંપૂર્ણ સફાઈ કરવા અધિકારીશ્રીને સુચના આપેલ.

વિશેષમાં, વાવડી વિસ્તારમાં ચોમાસા દરમ્યાન જયાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેમજ રસ્તા રીપેર, પેચવર્ક વિગેરે કામ કરી આપવા સંબંધક અધિકારીશ્રીને સુચના આપેલ.

(3:55 pm IST)