Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ફ્રુટ અને ચકરડીનો ધંધો બંધ થતાં તાહિર અને બિલાલ પૈસા કમાવવા ગાંજો લાવ્યાઃ વેંચે એ પહેલા પકડાયા

એસઓજીના પીએસઆઇ એ. એસ. અંસારી અને ટીમે ન્યુ આશ્રમ રોડ પરથી રણછોડનગરના તાહિર મુંજાવર અને બાલાજી હોલ પાસે રહેતાં બિલાલ મેતરને ૬૧૫૦ના ગાંજા સાથે પકડી બી-ડિવીઝનને સોંપ્યા

રાજકોટ તા. ૧૫: શહેર એસઓજીની ટીમે કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમથી પેડક રોડ તરફ જતાં ન્યુ આશ્રમ રોડ પર ગાયત્રી આર્ટ એન્ડ ગ્રાફિક નામની દૂકાન નજીક રોડ પરથી જીજે૦૩કેએમ-૦૦૭૬ નંબરના એકટીવામાં ગાંજો રાખીને નીકળેલા તાહિર  સલાઉદ્દિન મુંજાવર (ઉ.વ.૨૮-રહે. રણછોડનગર, રોહન મકાન જયેશભાઇ ડોડીયાના મકાનમાં ભાડેથી) તથા બીલાલ સલિમભાઇ મેતર (ઉ.૨૮-રહે. બાલાજી હોલ પાઠક સ્કૂલવાળી શેરી, અર્જુન પાર્ક આરએમસી કવાર્ટર બ્લોક ૬, ૧૯૮૪)ને રૂ. ૬૧૫૦ના ૬૧૫ ગ્રામ ગાંજા સાથે પકડી લઇ કુલ રૂ. ૩૧૧૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

એસઓજીના મહમદઅઝહરૂદ્દીન બુખારી અને અનિલસિંહ ગોહિલની બાતમી પરથી પીઆઇ આર. વાય. રાવલની સુચના હેઠળ પીએસઆઇ એમ. એસ. અંસારી, કોન્સ. અનિલસિંહ ગોહિલ, પેરોલ ફરલોના એએસઆઇ ઝહીરખાન ખફીફ, નિખીલ પીરોજીયા, હિતેષભાઇ પરમાર, ડ્રાઇવર કૃષ્ણસિંહ જાડેજા, કોન્સ. સોનાબેન મુળીયાએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ નારકોટીકસ પદાર્થનું વેંચાણ કરનારાઓને શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત આ કામગીરી કરી હતી.

બંને આરોપીને બી-ડિવીઝન પોલીસને સોંપી દેવાતા પીઆઇ એમ. બી. ઓૈસુરા, રશ્મીનભાઇ પટેલ અને ડી. સ્ટાફે તપાસ હાથ ધરી છે. તાહિર રણછોડનગરમાં પારૂલ બગીચામાં ચકરડી રાખી ધંધો કરે છે. જ્યારે બિલાલ હેમુ ગઢવી હોલ પાસે છકડો રાખી ફ્રુટનો ધંધો કરે છે. લોકડાઉનમાં ધંધો ઠપ્પ થઇ ગયો હોઇ બંનેએ પૈસા કમાવવા ગાંજો વેંચવાનું નક્કી કર્યુ હતું અને લાવ્યા હતાં. પણ ગ્રાહક શોધે એ પહેલા પોલીસે તેને શોધી લીધા હતાં. બંને ગાંજો કયાંથી લાવ્યા? એ સહિતના મુદ્ે તપાસ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(3:23 pm IST)