Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ચેકરિટર્ન કેસના આરોપીને એક વર્ષની સજા અને ૩ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. ૧પઃ અત્રે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટના કેસમાં આરોપી નરશીભાઇ ગાંડાભાઇ કડીવારને છ માસની સજાનો હુકમ રાજકોટની સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, શિવ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ભગવાનજીભાઇ મોહનભાઇ પટેલ પાસેથી આરોપી નરશીભાઇ ગાંડાલાલ કડીવારે રૂ. ૩,૦૦,૦૦૦-૦૦ નું ધિરાણ લીધેલ હતું અને તે રકમની ચુકવણી માટે આરોપી નરશીભાઇ ગાંડાલાલ કડીવારે ફરીયાદી શિવ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ભગવાનજીભાઇ મોહનભાઇ પટેલને રૂ. ૩,૦૦,૦૦૦-૦૦ નો ચેક આપેલ હતો. જે ચેક વણ ચુકવ્યો પરત આવતાં ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદમાં અદાલતે આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ. જેથી આરોપી અદાલત સમક્ષ હાજર થયેલ.

રાજકોટના અધિક સિનિયર સિવિલ જજશ્રીએ બન્ને પક્ષોએ રજુ રાખેલ પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોની વિગતવાર લેખિત તથા મૌખિક દલીલો તથા રજુ રાખવામાં આવેલ સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી આરોપી નરશીભાઇ ગાંડાલાલ કડીવારને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂ. ૩,૦૦,૦૦૦-૦૦ નું વળતર ચુકવવા આદેશ ફરમાવેલ છે. જો નિયત સમયમાં આરોપી વળતરની ચુકવવામાં નિષ્ફળ જાય તો છ માસની કેદની વધુ સજાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં ફરીયાદી શિવ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર ભગવાનજીભાઇ મોહનભાઇ પટેલ વતી રાજકોટના વકીલ શ્રી એન. જી. બાવીશી રોકાયેલ હતાં.

(3:20 pm IST)