Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર

રાજકોટ,તા. ૧૫ : અત્રે આરોપી-અરજદાર પ્રદિપ ઉર્ફે લાલો વિનોદભાઇ સાવલીયા વિરૂધ્ધ ધરમશીભાઇ વારૈયાએ તેની સગીર વયની પુત્રીનું અપહરણ થયેલ હોવા અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સમક્ષ આઇ.પી.સી.ક. ૩૬૩,૩૬૬ મુજબની ફરિયાદ કરાવેલ જે ફરિયાદના કામે આરોપીની ધરપકડ તા. ૨૪/૫/૨૦૨૧ના થતા નીચેન અદાલતે જેલ હવાલે કરતા આરોપી અરજદાર પ્રદિપ ઉર્ફે લાલાએ સેસન્સ અદાલત સમક્ષ જામીન મુકત થવા અરજી ગુજારતા એડી. સેસન્સ જજ શ્રી પી.એમ. ત્રીવેદીએ જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની વિગતે તા. ૨૨/૧૨/૨૦૧૦ના મુળ ફરિયાદી છોટુનગર મફતીયાપરા રાજકોટમાં રહેણાંક કરતા હોય જેની દિકરી કે જે સગીર વયની હોવાનું જણાવેલ તેના સગીર વયની પુત્રીને આરોપી પ્રદિપ ઉર્ફે લાલો વિનોદભાઇ સાવલીયા અપહરણ કરી લઇ ગયેલ હોવાના આક્ષેપ કરતી એફ.આઇ.આર. નોંધાવેલ જે ફરિયાદ અને બનાવના કામે આ કામના આરોપી અરજદાર મુળ ફરિયાદીની પુત્રી સાથે જ આટલા લાંબા વખતની પતિ-પત્નિ તરીકે સુરત મુકામે રહેણાંક કરતા હોવા અન્વયેની તથા બન્નેના લગ્નજીવનથી સંતાન પુત્ર પણ હોવા અંગેની તથા બન્નેના લગ્ન નોંધણી થઇ ગયેલ હોવાની તમામ સત્ય હકીકત નામ.કોર્ટ સમક્ષ રજુ રાખતા બનાવ અન્વયે કોઇ ગુન્હાના તત્વો ફલીત થતા નહીં હોવાથી અરજદાર આરોપી તરફેની રજુઆતો માન્ય રાખી આરોપીને રેગ્યુલર જામીન મુકત કરવા મહત્વનો હુકમ ફરમાવેલ છે.

સદરહું કામે આરોપી શશીકાંત તુલસીદાસ મહેતા વતી ગોંડલીયા એસોસીએશનના જયેન્દ્ર એચ.ગોંડલીયા, તથા હિરેન ડી.લિંબડ, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી.કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, શીરાકમુદીન એમ.શેરશીયા, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીગા, મૌલીક ગોધાણી તથા સમીર શેરશીયા તથા ધારા બગથરીયા તથા પ્રિયંકાબેન સાગધા તથા મયુર ગોંડલીયા રોકાયેલા હતા.

(3:20 pm IST)