Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ ખાતે ''આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત'' (આ.ઓ.જી.)ની પ્રથમ બેઠક મળી : પ્રમુખ તરીકે ભગુભાઈ, મહામંત્રી તરીકે બિમલ ત્રિવેદી

(રામસિંહ મોરી) સુત્રાપાડા : રાજકોટ  બાલભવનમાં સીને કલાકારો દ્વારા નવરચિત સંગઠન ''આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત'' (આ.ઓ.જી.) ની રચના કરવા માટે સૌ પ્રથમ બેઠકમાંપ્રમુખ તરીક ''વિશ્વાસ ફિલ્મ્સ'' -ગીર સોમનાથના નિર્માતા  ભગુભાઈ વાળા તેમજ મહામંત્રી તરીકે અમદાવાદના હિન્દી - ગુજરાતી ફિલ્મ ડાયરેકટ બિમલ ત્રિવેદીની પસંદગી કરવામાં આવેલ અને આ બંને મહાનુભાવો ને ચાર ઝોનના ઉપપ્રમુખો, મંત્રીઓ તેમજ દરેક જિલ્લાની કમિટીની રચના કરવા માટે તમામ સતાઓ આપવામાં આવેલ આ તકે એસોસિએશનના  પ્રમુખ ભગુભાઈ વાળા તથા મહામંત્રી બિમલ ત્રિવેદીએ  સીને કલાકારોના હક્કો અને અધિકારો મેળવવા માટેના તમામ  પ્રયાસો શુભ નિષ્ઠા અને  પ્રામાણિકતા સાથે કરવાનો વિશ્વાસ આપેલ હતો  સીને કલાકારોની ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્ય વિષે ગહન ચર્ચાઓ કરવામાં આવેલ હતી અને અન્ય રાજ્યોમાં સરકાર દ્વારા પુરી પડાતી સહાયો અને સહકારનો ઉલ્લેખ કરવામાં આવેલ હતો અને ગુજરાતના સીને કલાકારોમાં જાગૃતિ લાવી સંગઠનના સહકાર થી વિવિધ લાભો મેળવવા જોઈએ તેવો સામુહિક સુર ઉઠયો હતો અને આજના કોરોનાના કપરા સમયમાં બેહાલ અને ધ્યાનીત સ્થિતિમાં મુકાયેલ સૌ સીને કલાકારોએ પોતાની વેદનાના ચિતાર રજુ કરી સરકાર આ બાબતે મદદ કરવા આગળ આવે તેવા આશાવાદ વ્યકત કરવામાં આવેલ હતો અને  પ્રમુખ - મહામંત્રી દ્વારા સંગઠનમાં જોડાનાર તમામ કલાકારોને સભ્ય કાર્ડ તેમજ આઈ કાર્ડ સંગઠન દ્વારા પુરા પડાશે અને ટૂંક સમયમાં સીને કલાકારોની વાસ્તવિક જિંદગીનો ચિતાર આપતી ફિલ્મનું નિર્માણ કરી ઓટિટિ પ્લેટ ફોર્મ ઉપર રજુ કરવામાં આવેલ. આ તકે વિશાળ સંખ્યમાં લેખકો - ગાયકો - નિર્માતાઓ - ડાયરેકટરો - ગીતકારો તેમજ એકટર્સ ઉપસ્થિત રહ્યા હતા એમ ''આર્ટિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત'' યુનિટીની યાદીમાં જણાવાયું છે.

(3:19 pm IST)