Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વૃંદાવન સોસાયટી પાસે યુવાન પર હુમલો કરનારા ઇરફાન, ધવલ અને અનીલ પકડાયા

રાજકોટ તા. ૧પઃ કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી પાસે યુવાન પર હુમલો કરનારા ત્રણ શખ્સોને તાલુકા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જંગલેશ્વરમાં રહેતો આસીફ મહંમદભાઇ ગોધાવીયા (ઉ.વ.૩૭) બે દિવસ પહેલા કાલાવડ રોડ વૃંદાવન સોસાયટી નજીક ચારમાળીયા આવાસ યોજનાના કવાર્ટર પાસે હતો ત્યારે ઇરફાન, ધવલ અને અનીલે આવી 'તું મારી બહેનની પાછળ કેમ આવ્યો' કહી મારમારી આસીફના બંને પગમાં ઇજા કરી હતી આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. જે. વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન. ડી. ડામોર, પી.એસ.આઇ. એ. જી. અબાસણા, એ.એસ.આઇ. આર. બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીનખાન, અમીનભાઇ, હરસુખ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ અને મનિષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે એએસઆઇ. આર. બી. જાડેજા, મોહસીનખાન અને અમીનભાઇને મળેલી બાતમીના આધારે વૃંદાવન સોસાયટી પાસે સમૃધ્ધનગરના આવાસ યોજના કવાર્ટર પાસેથી કવાર્ટરમાં બ્લોક નં. ૪/૧૦ર૧ માં રહેતા ઇરફાન ઉર્ફે મકબુલ અલીમીયા કાદરી (ઉ.વ.૧૯), બ્લોક નં. ૯/૧૦૯૯ના ધવલ ઉર્ફે ધર્મેશ દશરથભાઇ દુધરેજીયા (ઉ.વ.ર૩) અને બ્લોક નં. ૧૦/૧૧૦૭ના અનીલ દીનેશભાઇ બાબરીયા (ઉ.વ.ર૪) ને પકડી લીધા હતા.

(3:13 pm IST)