Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બેભાન હાલતમાં તેજસભાઇ બગડાઇ અને રાજેશભાઇ મકવાણાના મોત

રાષ્ટ્રીય શાળા પાસે અને કણકોટ રહેતાં પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૧૫: રાષ્ટ્રીય શાળા નજીક રવિકિરણ એપાર્ટમેન્ટમાં રહેતાં તેજસભાઇ મુકેશભાઇ બગડાઇ (ઉ.વ.૩૬) ઘરે સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

 

મૃત્યુ પામનાર તેજસભાઇ પિતા સાથે જમીન-મકાન લે-વેંચનું કામ કરતાં હતા અને બે ભાઇ તથા એક બહેનમાં નાના હતાં.

બીજા બનાવમાં કણકોટ એન્જિનિયર કોલેજ પાસે વર્ધમાન વિહાર સોસાયટીમાં રહેતાં રાજેશભાઇ નથુભાઇ મકવાણા (ઉ.૩૫) બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.

(10:27 am IST)