Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ન્યુઝ ૧૮ દ્વારા ૯ ઉદ્યોગ સાહસિકોને 'ગ્રીન ગુજરાત' એવોર્ડ એનાયત

રાજકોટ : પર્યાવરણની જાળવણી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર ઉદ્યોગસાહસીકોને 'ગ્રીન ગુજરાત' એવોર્ડથી સન્માનીત કરવાનો એક કાર્યક્રમ તાજેતરમાં ન્યુઝ ૧૮ દ્વારા યોજાય ગયો. કુદરત પાસેથી આપણે જેટલુ મેળવીએ છીએ તેટલુ આપવાની સમજ પણ દરેક વ્યકિતએ કેળવવી જોઇએ. આજે જયારે પર્યાવરણનું સંકટ દુનિયા સમક્ષનો સૌથી મોટો પડકાર બન્યુ છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પર્યાવરણની જાળવણી બાબતે નોંધનીય પ્રદાન કરનાર ઉદ્યોગ સાહસીકોને સન્માનીત કરવા ન્યુઝ ૧૮ દ્વારા પ્રેરક આયોજન કરાયુ હતુ. અરવીંદ લીમીટેડ સન્ટેજ પ્લાન્ટ, આઇએફએફસીઓ કલોલ, સેરાસેનેટરી વેર લીમીટેડ પાનોલી, કલરટેક્ષ ઇન્ડસ્ટ્રી પ્રા.લી., અતુલ લીમીટેડ અંકલેશ્વર, ધ ગ્રીન એન્વાયરમેન્ટ સર્વીસ કો.ઓ.સોસાયટી, નંદેશ્વરી ઇન્ડસ્ટ્રીઝ એસો., રેમન્ડ લી. (ટેક્ષટાઇલ ડીવીઝન વાપી) આ ગ્રીન ગુજરાત એવોર્ડના હકદાર બન્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટયથી થયા બાદ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ અને યવન મંત્રી ગણપતભાઇ વસાવા દ્વારા ઉદ્દયોગ સાહસિકોનું સન્માન કરાયુ હતુ. સેન્ડ આર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે  પાઠવાયેલ સંદેશ અને ગ્રીન ગુજરાત એવોર્ડ બદલ મંચ પરથી બિરદાવવામાં આવેલ.

(4:07 pm IST)