Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

ગોંડલ રોડ પરથી બે બોટલ દારૂ સાથે આકાશ અને હિરેન પકડાયા

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ પીડીએમ કોલેજથી સ્વામિનારાયણ ચોક તરફ જતાં સર્વોદય સ્કૂલ સામેથી ક્રાઇમ બ્રાંચે ગોંડલ રોડ રામનગરના આકાશ દિપકભાઇ ઝરીયા (ઉ.૧૯) તથા લોધેશ્વર સોસાયટી-૫ના હિરેન ગુમાનભાઇ પતરીયા (ઉ.૨૨)ને રૂ. ૬૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. ડીસીબીના પીઆઇ એચ.એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમના રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ, રઘુવીરસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ કામગીરી કરી હતી.

દારૂ પી વાહન હંકારતો પિન્ટૂ પટેલ પકડાયો

કોઠારીયા રોડ વિનોદનગર-૭માં રહેતો પિન્ટૂ ધનજીભાઇ સોરઠીયા (પટેલ) (ઉ.૩૨) સાંજે દારૂ પી એકટીવા હંકારી ગોંડલ રોડ ચોકડીએથી નીકળતાં આજીડેમના હેડકોન્સ. કનકસિંહ સોલંકી, કોન્સ. કુલદીપસિંહ જાડેજા સહિતે પકડી લીધો હતો.

(4:05 pm IST)