Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

રાજકોટ સોના-ચાંદીના દાગીનાઓનું મોટુ હબ-જગ વિખ્યાત સૌરાષ્ટ્રના પુષ્ટીમાર્ગના અનેકવિધ કાર્યક્રમનું પ્રવેશદ્વાર છે

પૃષ્ટિ પંચામૃત મહોત્સવની દિવ્ય પોથીયાત્રાઃ વૈષ્ણાવાર્યના વચનામૃતથી વૈષ્ણવો તરબોળ

રાજકોટઃ ઉપલાકાંઠા પેડક રોડ બાજપાઇ હોલમાં વકતા ગોસ્વામી કંુજેશકુમારજી મહોદયશ્રીની મધુર વાણીએ વૈષ્ણવોને રસતરબોળ કર્યા. ગોસ્વામી શ્રી રાજેશકુમારજી મહારાજ શ્રી કડી અમદાવાદ પધારી રહયા છે શુક્રવારે નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો. રણછોડનગરમાં સૌ પ્રથમ પૃષ્ટીમાર્ગીય હવેલી પુષ્ટીધામ હવેલી નવનિર્માણના ઉપલક્ષમાં આયોજીત પૃષ્ટિ પંચામૃત મહોત્સવના પોથીયાત્રામાં જોડાયા હતા. પુષ્ટીધામ સેવા સમીતી રાજકોટ દ્વારા કથા વકતા શ્રી કુંજેશકુમારજી મહોોદયશ્રી તથા પ્રેરકશ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી તેમજ શ્રી સાનિધ્ય કુમારજી મહોદયશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું. તેમજ રાજકોટ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ તથા કોર્પોરેટરો અરવિંદભાઇ ભેંસાણીયા, સુરેશભાઇ રૈયાણી, મુકેશભાઇ રાદડીયા, અરવિંદભાઇ પાટડીયા, દક્ષાબેન ભેસાણીયા, સોની જીતુભાઇ સોની, હર્ષદભાઇ જોગી, મેહુલભાઇ ભગત, ભુપતભાઇ દુલારી, વાળા કેતનભાઇ પિત્રોડા, પુરૂષોતમભાઇ કોટડીયા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું. વૈષ્ણવ બાળાઓ દ્વારા નૃત્ય રજુ થયા બાદ આપશ્રીનું પુષ્પમાળા અર્પણ કરી આપશ્રીનું સ્વાગત કર્યુ મહોત્સવના પ્રેરક અધ્યક્ષ વૈષ્ણવાચાર્ય ગોસ્વામીશ્રી કૃષ્ણકુમારજી મહોદયશ્રી એ આપશ્રીના પ્રેરક વચનામૃતમાં જણાવેલ કે રાજકોટ સોના ચાંદીના દાગીનાઓનું મોટો હબ છે જે જગ પ્રખ્યાત છે તે જ રીતે સૌરાષ્ટ્રના પુષ્ટીમાર્ગ અનેકવિધ કાર્યક્રમનું પ્રવેશદ્વાર છે અહી રાજકોટમાં ઓછામાં ઓછી રપ જેટલી હવેલીઓ છે જે વૈષ્ણવોના સેવા સત્સંગ અને સ્વાધ્યાયના પ્રતીક સ્વરૂપ છે. સામાકાંઠા વિસ્તારમાં પરીવાર દ્વારા જે પુષ્ટીધામ હવેલીનું નવનિર્માણ કરવામાં આવશે તેનાથી વૈષ્ણવોના સેવા સત્સંગ સમર્પણ અને ભાવનું પોષણ મળતું રહેશે તેમજ નિત્ય ઠાકોરજીનું સાનિધ્ય પ્રાપ્ત થશે. આપ સૌ અહોભાગી છો કે ઘણા વર્ષોનો આપનો મનોરથ પુર્ણ થવા જઇ રહયો છે. ઉપસ્થિત ગોસ્વામી શ્રી સાનિધ્યકુમારજીએ એમની મધુર વાણીમાં સેવામાં ચિત કેમ લાગે અને તે માટે શું કરવું જોઇએ તે દ્રષ્ટાંત સાથે જણાવેલ આચાર્ય પીઠ પર બિરાજી શુકદેવજી સમાન વકતા કુંજેશકુમારજી મહોદય શ્રીએ એમની મધુર વાણી દ્વારા અનેક દ્રષ્ટાંતો આપી શ્રીનાથજીના અંગ અને પીઠકોમાં બિરાજમાન સિંહ ગાય સિંહ મોર સર વગેરેના ભાવ વિશે ખુબ જ વિસ્તૃત જાણકારી આપી હતી અને કહયું હતું કે સવારે ઉઠીને શ્રીનાથજીના ચિત્રજીના દર્શન માત્રથી ભાગવતજીના વાંચન પાઠ જેટલું પુણ્ય મળે છે તેમજ પૃષ્ટીમાર્ગના પાંચ તત્વો શ્રીનાથજીશ્રી યમુનાજી શ્રી ગીરીરાજજી શ્રી મહાપ્રભુજી તથા વ્રજભુમીના મહાત્મય વિશેના વચનામૃત દ્વારા વૈષ્ણવોને ભાવવિભોર કર્યા હતા.શ્રી મહાપ્રભુજીનું પ્રાગટય તેમજ એ જ સમયે ગોવર્ધન પર્વતમાં શ્રીનાથજીનું પ્રાગટય ચરિત્રનું રસપાન કરાવેલ સાથે સાથે નંદ મહોત્સવ મનાવી પ્રાગટય ઉત્સવનો આનંદ લેવડાવેલ. રાજકોટમાં નવનિર્માણ થઇ રહેલી શ્રી પુષ્ટીધામ હવેલીના પ્રેરણા કરતા તથા જેઓના આશીર્વાદથી આ ભવ્ય હવેલીનું નિર્માણ થવા જઇ રહયું છે. તેવા વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો.૧૦૮ શ્રી રાજેશકુમારજી મહારાજ શ્રી (કડી અમદાવાદ) શનીવારે તારીખ ૧પના રોજ રાજકોટ આશીવર્ચન આપવા પધારી રહયા છે. રણછોડનગર વિસ્તાર પેડક રોડ ખાતે તા. ૧૪ થી ૧૬ જુન અટલ બિહારી બાજપાઇ એસી હોલ ખાતે દરરોજ બપોરના ૩ થી ૬ મહોત્સવ સત્સંગ કથા ચાલી રહી છે. વકતા શ્રી ગોસ્વામી કુંજેશકુમારજી મહોદય શ્રીની મધુર વાણીના લાભ લેવા પુષ્ટીધામ સેવા સમીતીના અરવિંદભાઇ ભેસાણીયા સુરેશભાઇ રૈયાણી, હર્ષદભાઇ જોગી, અરવિંદભાઇ પાટડીયા, પુરૂષોતમભાઇ કોટડીયા, કેતનભાઇ પિત્રોડા વગેરેનો અનુરોધ છે.

(4:04 pm IST)