Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મ્યુ. કોર્પોરેશનની પ્રેક્ષક ગેલેરી ખોલાવવા સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન

પ્રેક્ષક ગેલેરી પર પ્રતિબંધની લડત આગળ વધી : મતદાર એકતા મંચના અશોક પટેલ દ્વારા ઓનલાઈન અરજી દાખલઃ સોમ-મંગળ ધરણા કરાશેઃ હાઈકોર્ટમાં 'કન્ટેમ્પટ ઓફ કોર્ટ' દાખલ કરવા ચિમકી

રાજકોટ, તા. ૧૫ :. મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડના સભાગૃહની પ્રેક્ષક ગેલેરી શાસકપક્ષ ભાજપ દ્વારા છેલ્લા ઘણા મહિનાઓથી બંધ કરી દેવાય છે ત્યારે આ પ્રેક્ષક ગેલેરી ખોલાવવા માટે લડત ચલાવતા મતદાર એકતા મંચ દ્વારા હવે આ મુદ્દે નામદાર સુપ્રિમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પીટીશન દાખલ કરાઈ છે અને આ મુદ્દે આગામી તા. ૧૭ અને ૧૮ એટલે કે સોમ-મંગળવારે ધરણાના કાર્યક્રમો યોજાનાર છે. આ અંગે મતદાર એકતા મંચના અશોકભાઈ પટેલે એક યાદીમાં જણાવ્યુ છે કે 'મ્યુ. કોર્પોરેશન દ્વારા નામદાર હાઈકોર્ટ સમક્ષ ખાત્રી ઉચ્ચારાઈ હતી કે પ્રેક્ષક ગેલેરીમાં નાગરિકોને કોઈ પણ ભલામણ વગર પ્રવેશ અપાશે. આમ છતા હજુ પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશ માટે કોર્પોરેટરની ભલામણ ફરજીયાત છે. આમ આ મુદ્દે હવે અશોકભાઈ પટેલે સુપ્રિમ કોર્ટમાં પાર્ટી ઈન પર્સન (વકિલ રાખ્યા વગર) ઓનલાઈન સ્પેશ્યલ લીવ પીટીશન જાહેર હીતમાં દાખલ કરી છે અને આ પ્રશ્ને શાસકોની આંખ ઉઘાડવા મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીએ તા. ૧૭ને સોમવાર તથા ૧૮ને મંગળવારે એમ બે દિવસ સુધી ધરણાના કાર્યક્રમો આપશે.

એટલુ જ નહી આ મુદ્દે હાઈકોર્ટમાં કન્ટેમ્પટ ઓફ કોર્ટ દાખલ કરવા પણ ચિમકી ઉચ્ચારી છે.

(4:00 pm IST)