Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પૂનમ નિમિતે સોમવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર સન્યાસ ઉત્સવ

શિબિર આયોજક : સ્વીત્ઝર્લેન્ડના સ્વામિ, પ્રેમ મુર્તિ તથા સ્વામી સત્યપ્રકાશ : શિબિર સંચાલીકા ઓશો સન્યાસીની માં પ્રેમ નંદિતા (નીના જોષી)

રાજકોટ : વિશ્વનું એક માત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૪ વર્ષથી અવાર નવાર કાર્યક્રમો યોજાઇ છે. આગામી તા.૧૭ ને સોમવારના રોજ પૂનમ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે સ્વીત્ઝર્લેન્ડના સ્વામી પ્રેમમુર્તિ તથા સ્વામી સત્યપ્રકાશે બપોરના ૩ થી ૮-૩૦ દરમિયાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિરનું સંચાલન ઓશો સન્યાસીની માં પ્રેમ નંદિની (નીના જોષી) કરવાના છે ધ્યાન મંદિરે તેમના સંચાલનમાં આ પહેલા ત્રણ શિબિરનું સંચાલન કરેલ છે તેમના સાનિધ્યમાં શિબિરમાં ભાગ લેનારા સાધકો જણાવે છે કે તેઓએ સ્વયંને વધારે ખુલ્લા સંવેદનશીલ અને કેન્દ્રીત હોવાનો અનુભવ કર્યો અને જોયુ કે ધ્યાન દરમિયાન તેઓ વધારે ગહનરૂપે શિથિલ અને શાંત થઇ શકે છે. માં પ્રેમ નંદિતા એક યૌના ટીચર પણ છે જેઓ યૌના પર સારૂ પ્રભુત્વ ધરાવે છે.

અત્રે એ નોંધનીય છે કે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે છેલ્લા પાંચ વર્ષથી દર પૂનમે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શિબિરની રૂપરેખા બપોરના ૩ થી રાત્રે ૮-૩૦ દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો ઓશો વિડીયો દર્શન, સંધ્યા ધ્યાન, સન્યાસ ઉત્સવ, સ્વામી દેવ રાહુલ (નીતીનભાઇ મિસ્ત્રી)નું વિશેષ પ્રવચન શિબિર બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ.

શિબિર સ્થળ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે ડી માર્ટની પાછળની શેરી રાજકોટ. ઉપરોકત શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી રૂબરૂ અથવા એસએમએસથી કરાવી લેવી. વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઇ કોટક મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩ સંજીવ રાઠોડ મો. ૯૮૨૪૮ ૮૬૦૭૦  સંપર્ક કરવો.

(11:24 am IST)