Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

જીટીયુના રજીસ્ટ્રારપદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કે.એન.ખેરની પસંદગી

રાજકોટ, તા. ૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિષ્ઠાવાન ચીફ એકાઉન્ટ ઓફીસર શ્રી કે.એન.ખેરની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજીસ્ટ્રારપદે પસંદગી થઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિષ્ઠાવાન અધિકારી પૈકીના શ્રી કે.એન.ખેરે તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પદ માટે ઈન્ટરવ્યુ આપેલ. કુલ ૧૨ ઉમેદવારોમાંથી ગુડ એકેડમીક એન્ડ એડમિનિસ્ટ્રેટરનો રેકોર્ડ ધરાવતા શ્રી કે.એન.ખેરની પસંદગી થઈ છે. મુળ વેરાવળના ખંઢેરી ગામના શ્રી કે.એન.ખેર શિક્ષણ સમાજ અને સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર છે. કે.એન. ખેર ટૂંક સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચીફ એકાઉન્ટ ઓફીસરનો હવાલો છોડીને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર પદે કાર્યભાર સંભાળનાર હોવાનું જાણવા મળે છે.

(3:59 pm IST)