Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કાલે કોઠારીયા રોડ ઉપર વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ : રાહતદરે મેડીકલ સ્ટોરનો પ્રારંભ

સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ - વાણીયાવાડી દ્વારા : નિષ્ણાંત તબીબો સેવા આપશે : ૧૦ ટકાના રાહત દરે દવાઓ મળશે

રાજકોટ, તા. ૧૫ : શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ - વાણીયાવાડી દ્વારા આવતીકાલે તા.૧૬ના શનિવારે સવારે ૯ થી ૧૧:૩૦ સાગર સોસાયટી પાસે, ૮૦ ફૂટ રોડ, વિવેકાનંદ નગર પાછળ, કોઠારીયા રોડ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. સાથોસાથ મેડીકલ સ્ટોરનો પણ પ્રારંભ થશે. જેમાં ૧૦ ટકાના રાહતદરે દવાઓ આપવામાં આવશે.

નિદાન કેમ્પમાં ડો.નરશીભાઈ વેકરીયા (ઓર્થો. સર્જન), ડો. કે.એમ. દુધાગરા (જનરલ સર્જન), ડો.વિરૂત પટેલ (મેડીસીન), ડો.જતીન પટેલ (આંખના નિષ્ણાંત), ડો.કિંજલ સનારીયા (બાળરોગ નિષ્ણાંત), ડો.મિલન રોકડ (એમ.ડી.), ડો.ચાંદનીબેન મુંગરા (ડેન્ટલ સર્જન), ડો.ભગવતીબેન રૈયાણી (બી.એ.એમ. એસ.) અને ડો.ઉર્વી ઉનડકટ (બી.પી.ટી.) સેવા આપશે. વધુ વિગતો માટે મો.૯૯૭૯૬ ૦૪૬૪૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ - વાણીયાવાડીના પ્રમુખ પરસોતમભાઈ રૈયાણી, ઉપપ્રમુખ નાગજીભાઈ શેરડીયા, મંત્રી વેલજીભાઈ ડોબરીયા, સહમંત્રી નટવરલાલ રૂપારેલીયા અને ખજાનચી અશ્વિનભાઈ સખીયા નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(4:47 pm IST)