Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વિદ્યાર્થીઓને સ્કીલ ડેવલોપ કરવા ગ્લોબલ સ્કીલ એકેડેમી મોન્સુન સ્કુલની સ્થાપના

નિષ્ણાંતો દ્વારા એકટીંગ, ફિલ્મ, ડાન્સ, મ્યુઝીક, આર્ટ, રોબોટીક, ફોરેન લેગ્વેજ સ્કીલ વિકસાવાશે પત્રકાર પરિષદમાં માહિતી આપતા ફાઉન્ડર મેહુલ રૂપાણી, નેહલ શુકલ

રાજકોટઃ પત્રકાર પરીષદમાં માહીતી આપતા મેહુલ રૂપાણી નજરે પડે છે. બાજુમાં  નેહલ શુકલ, શિવલાલ રામાણી, રશ્મીકાંત મોદી, કૃષ્ણકાંત ધોળકીયા, ડી.વી.મહેતા અને સગુનબેન વણજારા નજરે પડે છે.

રાજકોટ, તા., ૧પઃ રાજકોટના આંગણે વિદ્યાર્થીઓની સુષુપ્ત શકિતઓને આકાર આપવા ગ્લોબલ સ્ટીલ એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. ઇમ્પીરીયલ પેલેસ ખાતે યોજાયેલ પત્રકાર પરીષદમાં ગ્લોબલ સ્કીલ એકેડેમીના ફાઉન્ડર અને ડાયરેકટર ડો. મેહુલ શુકલાએ જણાવેલ કે ગ્લોબલ સ્કીલ એકેડેમી સ્થાપના પાછળ વિદ્યાર્થીઓને કાબીલ બનાવવાનો મુખ્ય હેતુ છે. ગ્લોબલ પેરા મીટર સાથે ગ્લોબલ એક્ષપર્ટના માર્ગદર્શનથી અને પ્રોત્સાહનથી કાબીલ બને સ્ટીલ બને. આવડતવાળા બને તેવા હેતુથી સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્કીલ ઇન્ડીયાનું સપનું જોયું છે. મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી સ્કીલ ઇન્ડીયા અંતર્ગત સ્કીલ ગુજરાત માટે કાર્ય રત છે. સ્કીલ ફુલ રાજકોટ બનાવવા ૧ર સ્કીલ લઇને કાર્યરત થયા છે.

ડો. મેહુેલ રૂપાણીએ વધુમાં જણાવેલ કે, એકટીંગ સ્કીલ, ફિલ્મ મેકીંગ સ્કીલ, ડાન્સ સ્કીલ, મ્યુઝીક સ્કીલ, આર્ટ સ્કીલ, રોબેટીક સ્કીલ, ઇન્ટરપ્રેનીયર સ્કીલ, કોમોડીટી એન્ડ સ્ટોક એક્ષચેન્જ સ્કીલ, કોપ્યુટર સ્કીલ, ઓરેન્જ સ્કીલ, માસ કોમ્પ્યુનીકેશન સ્કીલને ડેવલોપ કરવા મુંબઇ, અમદાવાદ અને રાજકોટના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ગ્લોબલ સ્કીલ એકેડેમીના શ્રી રમણભાઇ વોરા, શ્રીમતી સગુન વણજારા, ડાયરેકટર તરીકે સેવા આપે છે. ત્યારે સહયોગી તરીકે કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, અભિજીત દાસ, કિરણભાઇ પટેલ, શ્રી (રશ્મીકાંતભાઇ મોદી, ડી.વી. મહેતા, કેતનભાઇ મારવાડી, શિવલાલભાઇ રામાણી, નેહલ શુકલ અને જયેશ દેશકર સેવા આપશે.

(4:46 pm IST)