Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વોર્ડ નં. ૧૪માં સનરાઇઝ ગ્રુપ અને ડિફેન્સ ગ્રુપ દ્વારા યોજાયો સર્વરોગ નિદાન કેમ્પ

 રાજકોટ : વોર્ડ નં. ૧૪ માં આવેલ શાળા નં. પ૧, સૂર્યમુખી હનુમાન પાસે માં ''સર્વરોગ નિદાન કેમ્પ''નું આયોજન સનરાઇઝ ગ્રુપના ગોપાલભાઇ (પરાગભાઇ) અનડકટ તથા ડિફેન્સ ગ્રુપના ચતુરભાઇ પ્રજાપતિની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડો. નિલેશભાઇ, ખાનખરા, ડો. જીમીત છત્રાલા, ડો. હિરેન અંકોલા, ડો. દિયા ડોબરીયા દ્વારા વિનામૂલ્યે વિસ્તારના ૪પ૦ થી પ૦૦ દર્દીઓની તપાસ કરવામાં આવેલી તમામ દર્દીઓને મફત દવાઓ પણ પુરી પાડવામાં આવેલ. નિદાન કેમ્પમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડો. હેમાંગભાઇ વસાવડા તથા ભૂતપૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી મુખ્ય મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત રાજકોટ વિધાનસભા ૭૦ના પ્રમુખ ઇન્દુભા રાઓલ, ગુજરાત પ્રદશે કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર એડવોકેટ ડો. જીજ્ઞેશ જોષી, એડવોકેટ હિતેન્દ્રસિંહ જાડેજા, બિજલ ચાવડીયા, માનસુરવાળા, નિલેશ ગોહેલ ફન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને સનરાઇઝ ગ્રુપના સ્થાપક ગોપાલભાઇ (પરાગભાઇ) અનડકટના માર્ગદર્શન અને રાહબરી સાથે ડિફેન્સ ગ્રુપના ચતુરભાઇ પ્રજાપતિ, ધાર્મિકભાઇ ખેર, ઉત્તર ટાંક, ક્રિપાલસિંહ ઝાલા, વિકી સોનપાલ, સુશાંત ગોસ્વામી અને તેમની સમગ્ર ટીમ દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ હતી.

(4:45 pm IST)