Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કલીન સીટી-મહિલા રોજગાર અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રાધ્યાન્યઃ નવનિયુકત મેયર બીનાબેન આચાર્યની ખાત્રી

રાજકોટ, તા. ૧૫ :. આજે રાજકોટના ૨૦મા મેયર તરીકે બીનાબેન આચાર્યએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે તેઓએ રાજકોટ શહેરની વિકાસયાત્રા આગળ વધારવા ખાત્રી ઉચ્ચારી હતી.

આ તકે બીનાબેને જણાવ્યુ હતુ કે, તેઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શહેર પ્રમુખ કમલેશભાઈ મિરાણી વગેરેએ નેતાઓએ જે મેયર પદની જવાબદારી સુપ્રત કરી છે તેને તેઓ સુપેરે નિભાવશે અને રાજકોટમાં કલીન સીટી એટલે કે સ્વચ્છતાને તેમજ રોડ, રસ્તા, લાઈટ જેવા સુવિધાના કામોને વધુને વધુ પ્રાધાન્ય આપશે.

બીનાબેન આચાર્યએ આ તકે મહિલા રોજગારીની તકો પણ ઉભી થાય તે માટે પુરતા પ્રયાસો કરવાની ખાત્રી ઉચ્ચારી હતી.

(4:45 pm IST)