Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાજપ ઓબીસી અને બ્રાહ્મણો ઉપર ઓળઘોળઃ લોહાણા સમાજને કોર્પોરેશનમાં મહત્વનું પદ નહિ અપાતા કચવાટ

રાજકોટ, તા. ૧૫ :. આજે મ્યુ. કોર્પોરેશનમાં મેયર સહિત પાંચ પદાધિકારીઓની નિમણૂકો થઈ હતી. જેમાં લોહાણા સમાજની બાદબાકી થતા રઘુવંશીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

આ અંગે રઘુવંશી આગેવાનોમા ચર્ચાતી વિગતો મુજબ શાસક પક્ષ ભાજપે કોર્પોરેશનમાં પાંચ મહત્વના હોદામાંથી એક પણ જગ્યાએ રઘુવંશી સમાજના પ્રતિનિધિની નિમણૂક કરી નથી. જ્યારે ઓબીસી સમાજના ૩ - ૩ કોર્પોરેટરોને હોદા અપાયા છે અને મેયર પદે પણ સતત બીજી વખત બ્રહ્મસમાજના કોર્પોરેટરને તક આપી છે.

નોંધનીય છે કે, કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પદે આહિર જ્ઞાતિના પ્રતિનિધિ ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા પદે પ્રજાપતિ સમાજના દલસુખભાઈ જાગાણી અને દંડક તરીકે રાજપૂત સમાજના અજયભાઈ પરમાર આમ ત્રણેય મહત્વના હોદા પર ઓબીસી સમાજની નિમણૂક થઈ છે. જ્યારે મેયર પદે બ્રાહ્મણ સમાજના બીનાબેન આચાર્યની નિમણૂક થઈ છે. આમ ભાજપે કોર્પોરેશનના પાંચ મહત્વના હોદા પૈકી કોઈપણ એક ઉપર લોહાણા સમાજના પ્રતિનિધિને મુકવાના બદલે સાવ બાદબાકી કરી નાખતા આ બાબતની લોહાણા સમાજે ગંભીરતાથી નોંધ લીધાની ચર્ચા જાગી છે.

(4:44 pm IST)