Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વિકાસકાયેથી સંતુષ્ટ છું: બધાનો આભારી છું: ડો. જૈમન ઉપાધ્યાય

 રાજકોટઃ રાજકોટના  મેયર તરીકે  ૧૪ ડિસેમ્બર ૨૦૧૫ના જવાબદારી સોંપેલ, મેયર તરીકેની જવાબદારીને આજ અઢી વર્ષ પૂર્ણ થયેલ છે. અઢી વર્ષના સમય દરમ્યાન પદાધિકારીઓ અને કોર્પોરેટરો સતત લોકોની વચ્ચે રહી પોતાના વોર્ડના વિકાસ કામો કરેલ છે. તેમ ડો. જૈમન ઉપધ્ધગએ સૌનો આભાર માન્યો હતો.

     રાજયના .મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણી બધ વિકાસ કાર્યો પૂર્ણ કરેલ છે. અને ઘણા પ્રોજેકટો ગતિમાં છે. દેશના ૧૦૦ શહેરો સ્માર્ટ સિટી તરીકે પસંદગીના અનુસંધાને રાજકોટ શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદ થયેલ છે. '' આઇ-વે પ્રોજેકટ ''ના અનુસંધાને સેઈફ સિટી એવોર્ડ મળેલ છે.આ ઉપરાંત જુદી જુદી કામગીરી માટે અનેક સિદ્ઘિઓ પ્રાપ્ત થયેલ.

 આ અંગે પુર્વ મેયર ડો. જૈમનભાઇ જણાવ્યું છે કે શહેરનો વિસ્તાર તથા વસ્તીમાં ખુબ જ વધારો થવાથી સ્થાનિક જળાશયો મારફત શહેરને દૈનિક પાણી વિતરણ માટે ખુબ જ  મુશ્કેલી પડતી. આજીડેમ-૧માં નર્મદાને પાણીથી ભરવામાં આવેલ.

તંત્રની સાથો સાથ સાંસદશ્રી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહીતની ટીમ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, જુદી જુદી સમિતિના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદેદારોશ્રી, વિગેરેએ ખંભે ખંભા મિલાવી રાજકોટ શહેરની વિકાસ યાત્રા આગળ વધે તે માટે ટીમવર્કથી કામ કરેલ છે.  ભરપુર  તે બદલ ઋણ સ્વીકાર કર્યો હતો.

(4:38 pm IST)