Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કોઇક ''ખુશી'' તો કોઇક ''ગમ'' રોકી ના શકયા

 

રાજકોટ :  રાજકારણનું આમ તો શતરંજ જેવુ છેે કયારેક દાવ સરખા પડે તો કયારેક છેલ્લી ઘડીએ જીતની બાજી હારમાં પલ્ટાઇ શકેે. આજે સંખ્યાબંધ નામો મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન તરીકે ચર્ચાતા રહેલ પરંતુ અંતે નસીબદાર નગરસેવકોના નામો મંજુર થયા હતા આ તબક્કે ભાજપના જ અમુક આશાવાદી નગરસેવકોને સ્વપ્નો રોળતા પણ અનુભવ્યા હતા જનરલ બોર્ડમાં ભાજપના સીનીયર નગરસેવિકા શ્રીમતી રૂપાબેન શીલુ પણ ચોક્કસ પદાધિકારી તરીકે વરણી થવા માટે આશાવાદી હતા પરંતુ અંતે કવરમાંથી બીનાબેન આચાર્યનું નામ નિકળતા તેઓએ દુઃખ અનુભવ્યુ હોય તે સ્વાભાવિક છે. લાગણીશીલ સ્વભાવના રૂપાબેન આ તબક્કે આંખમાંથી આસુ રોકી શકયા ન હતા જે તસ્વીરમાં સ્પષ્ટ નજરે પડે છે જયારે તેમની પાછળની લાઇનમાં બેઠેલા નસીબવંતા બીનાબેન મેયર માટે તેમની વરણી અંગે ઉમંગ સાથે જનરલ બોર્ડમાંથી જ કોઇક આત્મીય કે પરિવારજનોને જાણ કરી રહેલા નજરે પડે છે. એક જ તસ્વીરમાં બે અલગ અલગ પળની તસ્વીર નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:34 pm IST)