Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

૧૪ લાખ રેલ્વે કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા ડો. રાઘવૈયાજીનો આજે જન્મદિન

વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ- રાજકોટ દ્વારા શુભેચ્છા : નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેના જનરલ સેક્રેટરી અને કેન્દ્રિય કર્મચારી સંઘના જોઇન્ટ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી રહયા છે. : ડો. રાઘવૈયાજીના જન્મદિનની ઉજવણી પ્રસંગે રેલ્વેમંત્રી પિયુષ ગોયેલ ઉપસ્થિત રહેશે

રાજકોટઃ નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેના જનરલ સેક્રેટરી તેમજ કેન્દ્રીય કર્મચારી સંઘ (જેએમસી)ના  જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી ડો. એમ રાઘવૈયાજીનો આજે જન્મદિવસ છે. જન્મદિનની ઉજવણી પ્રસંગે રેલ પ્રધાન શ્રી પીયુષ ગોયેલ વેસ્ટન રેલ્વે મજદુર સંઘના જનરલ સેક્રેટરી શ્રી જે.જી. મહુરકરજી, પ્રેસીડન્ટ શ્રી શરીફખાન પઠાણ ઉપસ્થિત રહેશે.

 વેસ્ટન રેલ્વે મજદુર સંઘ રાજકોટના ડીવીઝનલ સેક્રેટરી શ્રી હિરેન મહેતા, ડીવીઝનલ ચેરમેન શ્રી હિંમાશું જાદવ, આસીટન્ટ જનરલ સેક્રેટરી એન.પી. રાવલ, તથા વેસ્ટન રેલ્વે મહિલા કન્વીનર શ્રીમતી અવની આંઝા, વગેરેએ પણ શુભેચ્છા પાઠવી છે.

 શ્રી ડો. એમ રાઘવૈયા તમામ કેન્દ્રીય કર્મચારી એટલે કે ૩૩ લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે તેમ જ ૧૪ લાખ રેલ્વે કર્મચારીઓનુ પણ રેલ્વે બોર્ડમાં પ્રતિનિધિત્વ છેલ્લા ૨૦ વર્ષથી કરે છે. તેમણે  પ્રથમ પે કમીશન, દ્વિતીય, ચર્તુથ, પાચમ, છઠા, તેમજ સાતમા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ગૌરવ લેવા જેવુ કહી શકાય કે આ પ્રસંગે રેલ્વે પ્રધાન ઉપસ્થિત રહેશે અને શુભેચ્છા પાઠવશે.

શ્રી ડો. એમ રાઘવૈયાજી એ ૬૦ વર્ષથી ટ્રેડ યુનિયન મુવમેન્ટમાં જોડાયેલ છે. તેમજ તેમણે કર્મચારીઓની વર્કીંગ કન્ડીશન પગાર સ્ટ્રકચર અને ભથ્થાઓ માટે ખુબજ મહેનત કરીને રેલ્વે કર્મચારી અગ્રતા ક્રમે લાવવામાં પોતાનું યોગદાન આપેલ છે.

 કેન્દ્રીય કર્મચારીઓ તેમના ડો. રાઘવૈયાને મો.નં. ૯૭૧૭૬ ૩૫૮૦૫

(5:01 pm IST)