Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ભાગવતાચાર્ય મનહરલાલજી મહારાજની આવતીકાલે ૧૭મી પુણ્યતિથિ

રાજકોટઃ તા.૧૫, ગુજરાતભરના ગીતા વિદ્યાલયોના અધિષ્ઠાતા બ્રહ્મલીન ભાગવતાચાર્ય પૂ. મનહરલાલજી મહારાજની તા. ૧૬ શનિવારે ૧૭મી પુણ્યતિથિ છે. પુશ્રી મનહરલાલજી મહારાજે આજથી ૬૯ વર્ષો પુર્વે છોટી કાશી જામનગરમાં ગીતા વિદ્યાલયની સ્થાપના કરી અને નાના બાળકોને સંસ્કૃત શ્લોકોની અંતાક્ષરી રમતા કર્યા, બાળકો દ્વારા ગીતા જયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો. તેમજ હજારો બાળકોને ભગવદ્દગીતા, રામાયણ તથા સંસ્કૃત સ્ત્રોત્રોનું અધ્યયન કરાવીને સંસ્કારસિંચન કર્યું. આજથી ૬૯ વર્ષો પુર્વે જામનગરમાંથી ગુંજતો થયેલો ભગવદ્દગીતાનો નાદ આજે ગુજરાતભરમાં ગીતા વિદ્યાલય સ્વરૂપે ગુંજી રહયો છે.

 તેઓશ્રીએ જામનગરમાં એકજ માસમાં, એકજ શહેરમાં સતત બે બે અષ્ટોત્તરશત (૧૦૮) શ્રી મદ્દ ભાગવત સપ્તાહનો વિક્રમજનક ઇતિહાસ સર્જયો છે. તેઓશ્રીની પ્રેરણા, માર્ગદર્શન મુજબ રતનપર ખાતે શ્રી રામચરિતમાનસ મંદીનું નિર્માણ થયું છે. નર્મદા કાંઠે નારેશ્વરમાં શ્રેષ્ઠ ભાગવતાચાર્ય તરીકે શ્રી મનહરલાલજી મહારાજનું બહુમાન થયું હતું . ૧૦૦૦ ભાગવત કથાઓ દ્વારા અનેક સ્થળોએ શાળા, દવાખાનું, ગૌશાળા, મંદીર, આશ્રમ વગેરેના નિર્માણમાં પૂ. મહારાજશ્રીએ સહયોગ આપ્યો હતોે. તેમણે પ્રકટાવેલો સેવાનો દીપ આાજપર્યત પ્રજજવલીત છે. સૌરાષ્ટ્રમાં સેવાસંસ્થા ગીતા વિદ્યાલય દ્વારા બાળ સંસ્કાર કેન્દ્ર ઉનાળુ છાશ વિતરણ, કેન્દ્ર, વાંચનાલય, જ્ઞાનયજ્ઞ, નિઃશુલ્ક નિદાન સારવાર, કેમ્પ, વ્યસનમુકિત, બાળમંજુરી નાબુદી, રાહત દરે નોટબુક વિતરણ, સંસ્કૃત , પ્રચાર મેડીકલ સાધન સહાય વગેરે અનેક સેવાકીય પ્રવૃતિઓ થઇ રહી છે. તેઓની પુણ્યતિથિ નિમિતે રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં તા.૧૬ના રોજ સાંજે ૬ કલાકે ભકિતસંગીતની ભજનસંધ્યાનું આયોજન કરેેલ છે. તથા રવિવાર તા.૧૭ના સાંજે ૪:૩૦ થી ૭:૩૦ સામુહિક સંપુણ ગીતાપાઠનું આયોજન કરેલ છે. શ્રી મનહરલાલજી મહારાજની ૧૭મી પુણ્યતિથિએ સમસ્ત ગીતા વિદ્યાલય પરિવાર તેઓને હાર્દિક ભાવાંજલિ અર્પી

(4:27 pm IST)