Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વિપક્ષ કોંગ્રેસમાં નો-રીપીટ થિયરીઃ સ્ટેન્ડીંગ કમીટી ૨ અને વિવિધ ૧૫ સમિતિના તમામ સભ્યો નવા

જમણવારો થયા, રાત્રે ૨II વાગ્યા સુધી જબરી દોડધામ, અંતે કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે તમામ સભ્યો તરીકે નવા કોર્પોરેટરોને તક આપતા નામો રજુ કર્યા

રાજકોટ, તા., ૧૫ : આજે મ્યુ. કોર્પોરેશનમાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમિટી સભ્યો તથા વિવિધ ૧૫ સમિતિના સભ્યોની નિમણૂક માટે જનરલ બોર્ડ યોજાયેલ. જેમા વિપક્ષ કોંગ્રેસે નો-રીપીટ થિયરી અપનાવી અને સ્ટેન્ડીંગ કમિટિના બે સભ્યો તથા વિવિધ ૧૫ સમિતિના સભ્યો તરીકે   ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧) તથા  નીતીનભાઇ રામણીની નિમણુંક કરવામં આવી છે. કોર્પોરેટરોને તક આપી હતી અને એક પણ સભ્યને રીપીટ કરાયા ન હતા.

આ અંગે કોંગી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ વિપક્ષ કોંગ્રેસ દ્વારા તેઓના હોદેદારો ચૂંટવા માટે આજે જનરલ બોર્ડમાં રજૂ કરવા પડે. આ પૂર્વે ગઈકાલે વિપક્ષી કોર્પોરેટરોમાં ખાનગી જમણવાર સહિતની બેઠક યોજાઈ હતી. સૌ કોઈ સભ્ય પદ મેળવવા ઉતાવળા થયા હતા. તુ..તુ..મૈં..મૈં..નો માહોલ સર્જાયો હતો. એક તબક્કે પૂર્વ ધારાસભ્ય પણ મેદાનમાં ઉતર્યા હતા અને રાત્રે ૨II વાગ્યા સુધી જબરી દોડધામ બાદ રાત્રે કાર્યકારી શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂતને પ્રદેશ હાઈકમાન્ડમાંથી આદેશ મળ્યો કે 'નો-રીપીટ' થિયરી અપનાવી નવા કોર્પોરેટરોને તક આપો.

આમ પ્રદેશ હાઈકમાન્ડના આદેશ મુજબ કાર્યકારી પ્રમુખે આજે સ્ટેન્ડીંગના બે સભ્યો તરીકે વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર ઘનશ્યમસિંહ જાડેજા તથા વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતીનભાઇ રામાણીની નિમણુંક કરવામાં આવી છે.  અન્ય ૧૫ સમિતિના સભ્યો સહિત તમામ હોદેદારો તરીકે નવા કોર્પોરેટરોના નામો રજૂ કર્યા હતા. જેમાં  બાંધકામ સમીતી-દિલીપ અસવાણી, આરોગ્ય સમીતી-સિમ્મીબેન અનિભાઇ જાદવ, કાયદો અને નિયમો સમીતી-પરેશભાઇ હરસોડા, પ્લાનીંગ સમીતી-જેન્તીભાઇ બુટાણી, શિશુ કલ્યાણ સમીતી-ગીતાબેન પુરબીયા, સેનીટેશન સમીતી-સંજયભાઇ અજુડીયા, લાઇટીંગ સમીતી-રસીલાબેન ગેરૈયા, માર્કેટ સમીતી-ગાયત્રીબેન રસીકભાઇ ભટ્ટ, ડ્રેનેજ સમીતી-જયાબેન જયંતીાલ ટાંક, માધ્યમિક શિક્ષણ સમીતી-સ્નેહાબેન બીપીનભાઇ દવે, સમાજ કયાણ સમીતી-હારૂનભાઇ ડાકોર, વોટર વર્કસ સમીતી-વશરામભાઇ સાગઠીયા, હાઉસીંગ સમીતી-મનસુખભાઇ સાગઠીયા, બાગ-બગીચા અને ઝુ સમીતી-માસુબેન રામભાઇ હેરભા એસ્ટેટ સમીતી-પારૂલબેન વાસુરભાઇ ડેર સહીતના કોર્પોરેટરની પસંદગી કરવામાં આવી છે.

(4:23 pm IST)