Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કેએસપીસી દ્વારા મોબાઇલ રીપેરીંગના બે સપ્તાહના વ્યવસાયલક્ષી તાલીમ વર્ગ

રાજકોટ, તા.૧પઃ નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (ગર્વમેન્ટ ઓફ ઇન્ડીયા એન્ટરપ્રાઇઝ) તથા કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે બે સપ્તાહના વ્યવસાયલક્ષી મોબાઇલ રીપેરીંગ સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ વર્ગનું આયોજન તા.૨પ જૂનથી સવારે ૧૦ થી ૧ કલાકે કેએસપીસીના બાન હોલ, ૬ રજપૂતપરા, ચેતના ડાઇનીંગ હોલની સામે, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.

મોબાઇલ રીપેરીંગ ક્ષેત્રમાં પોતાનું ભાવિ ઉજજવળ બનાવવા ઇચ્છતા કોઇપણ યુવાનો આ કાર્યક્રમમાં જોડાઇ શકશે. આ વ્યવસાયલક્ષી તાલીક વર્ગ કેન્દ્ર સરકાર માન્ય છે જેમાં રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા તાલીમ આપવામાં આવશે. કાર્યક્રમમાં નિયમિત ઉપસ્થિત રહેનારને કેન્દ્ર સરકારનું સર્ટીફીકેટ આપવામાં આવશે.

કાર્યક્રમમાં મોબાઇલ રીપેરીંગ, સોફટવેર ઇન્સ્ટોલેશન, મોબાઇલ સર્વીસ, બેઝીક ઇલેકટ્રોનીકસ, એસેમ્બલીંગ-ડીસેમ્બ્લીંગ, ટુલ્સ એન્ડ ઇન્સ્ટુમેન્ટસ, પાર્ટસ ઓફ મોબાઇલ, ટેસ્ટીંગ માયથોલોજી, સોલ્ડરીંગ-ડીસોલ્ડરીંગ, ડીફરન્ટ આઇસી, ફોલ્ટ ફાઉન્ડીંગ, ટ્રબલ સુટીંગ, ફેસીંગ એન્ડ ફોર્મેટીંગ વિગેરે વિષયો ઉપર તાલીમ આપવામાં આવશે. ધો.૧૦/૧૨ અથવા આઇટીઆઇ/ડીપ્લોમાં કોઇપણ વિદ્યાર્થી જોડાઇ શકે છે. આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન અને કાર્યક્રમની વિગત માટે ફોન નં.૦૨૮૧-૨૨૨૬૯૩પ અથવા મો.૭૨૨૮૯ ૧૦૧૦૦ (કેએસપીસી) ઉપર સંપર્ક કરવા કાઉન્સીલના માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

(4:15 pm IST)