Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

રાજકોટનો લોકમેળો શહેરની બહાર લઇ જાવ

પ્રતિ કલેકટરશ્રી,

સતત વિકસતા જતા રાજકોટ માટે હવે રોજીંદી પર્યાવરણ સમસ્યા અને ટ્રાફીક સમસ્યા વિકરાળ સ્વરૂપ લઇ રહી છે. આવા સંજોગોમાં જન્માષ્ટમી લોકમેળા અંગે ગંભીરતાથી વિચારવુ પડે. ફનવર્લ્ડ મેદાનમાં દર વર્ષે લોકમેળો યોજાય છે. પરંતુ તેના બદલે શહેરથી દુર ૧૦ થી ૧૨ કિલોમીટરની ત્રિજીયાામં કોઇ યોગ્ય સ્થળે યોજાય તો મેળાના કારણે સર્જાતા પ્રદુષણ અને ટ્રાફીક સમસ્યાનો હલ પણ આવી શકે. લોકમેળામાં લાખો લોકો મુલાકાત લેતા હોય છે. વળી ફનવર્લ્ડની આજુ બાજુ બે રેલ્વે ફાટક આવે છે. દિવસમાં લગભગ ૧૦ થી ૧૨ વખત ફાટક ચાલુ બંધ થતા હોય છે. પરિણામે ટ્રાફીક જામની સમસ્યા બેવડાતી રહે છે. આથી રાજકોટનો લોકમેળો શહેરની બહાર યોજાય તો લોકો વધુ સારી રીતે માણી શકશે. ખાસ કરીને રેસકોર્ષ રીંગ રોડ આસપાસ રહેનાર લોકો આ લોકમેળાના પ્રદુષણથી ત્રાહીત થઇ ગયા છે. જયાં ત્યાં પાર્ક થતા વાહનોનો ત્રાસ ભયંકર હોય છે. જેથી આ વર્ષે લોકમેળો શહેરની બહાર યોજવામાં આવે તેવુ અમારૂ નમ્ર મંતવ્ય છે.

વી. જે. જોષી, પ્રમુખ સૌરાષ્ટ્ર એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ

(2:37 pm IST)