Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ત્રણ વાહનચોર ત્રિપુટી રવિ ઉર્ફ માયો, બાબુ અને દશરથ ઉર્ફ દસ્તો ઝડપાયા

તાલુકા પોલીસ મથકના નગીનભાઇ અને હિરેનભાઇની બાતમી પરથી ત્રણ ચોરીના ભેદ ખુલ્યા

રાજકોટઃ તાલુકા પોલીસે ત્રણ રીઢા વાહનચોરને પકડી લઇ ત્રણ ચોરાઉ વાહનો કબ્જે કર્યા છે. આ વાહનો તાલુકા, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસની હદમાંથી થોડા દિવસ પહેલા જ ચોરાયા હતાં. પોલીસે ૧૫૦ ફુટ નવા રીંગ રોડ પર પારીજાત પાર્ટી પ્લોટ નજીકથી કણકોટના ૨૫ વારીયામાં રહેતાં રવિ ઉર્ફ માયા અરજણભાઇ ગોંડલીયા (કુંભાર) (ઉ.૨૭) તથા રૈયાધાર મફતીયાપરામાં રહેતાં બાબુ દેવાભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.૨૮) અને દશરથ ઉર્ફ દસ્તો ગભુભાઇ જોગરાણા (ભરવાડ) (ઉ.૧૯)ને પકડી લઇ તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક કબ્જે કર્યા છે. છેલ્લા પંદર દિવસમાં જ આ વાહનો ચોરાયા હતાં. ત્રણેય રિક્ષા હંકારવા ઉપરાંત છુટક મજૂરી કરે છે. મોજશોખ પુરા કરવા હેન્ડલ લોક વગરના વાહનો ડાયરેકટ કરી ચોરી લેતાં હોવાનું કબુલ્યું હતું. અગાઉ પણ ત્રણેય આવા ગુનામાં પકડાઇ ચુકયાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.  પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી કરણરાજ વાઘેલા, એડી. ડીસીપી હર્ષદ મહેતાએ આપેલી સુચના અને તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરી હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, હિરેનભાઇ આહિર, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ ઓડેદરા, રાહુલભાઇ ગોહેલ, હર્ષદસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે નગીનભાઇ અને હિરેનભાઇની બાતમી પરથી આ ગુના ડિટેકટ થયા હતાં. તસ્વીરમાં પકડાયેલા ત્રણેય શખ્સ ચોરાઉ વાહનો સાથે દેખાય છે.

(12:43 pm IST)