Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

કાંગશિયાળી પ્રાથમિક શાળામાં ડીસીપી કરણરાજ વાઘેલાએ ભુલકાઓને પ્રવેશની પા-પા પગલી કરાવી

રાજકોટઃ રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજે બીજા દિવસે રાજકોટ શહેર પોલીસના નાયબ પોલીસ કમિશનર  કરણરાજ વાઘેલાએ લોધિકા તાલુકાની કાંગશિયાળી પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને તેમણે આ બાળકોને શાળામાં પ્રવેશ કરાવી તેમના વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવડાવ્યો હતો.ઙ્ગ

નવા આવનારા બાળકોને શાળામાં શાનદાર રીતે પ્રવેશ કરાવવામાં આવે અને તેના પરિણામે શાળામાં તે બાળકનું સ્થાયીકરણ થાય એવા શુભાશયથી છેલ્લા સોળ વર્ષથી યોજતા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં લોધિકા તાલુકામાં નાયબ પોલીસ કમિશનર શ્રી કરણરાજ વાઘેલા સામેલ થયા હતા. કાંગશિયાળી પ્રાથમિક શાળામાં તેમણે ૧૦ કુમાર, ૯ કન્યા મળી કૂલ ૧૯ બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.ઙ્ગશ્રી વાઘેલાએ આ વેળાએ બાળકોને સતત અભ્યાસ કરતા રહેવા અને ભણી ગણી દેશનું નામ રોશન કરવા શીખ આપી હતી. તેમણે વાલીઓને તેમના બાળકના અભ્યાસ કરવાની અપીલ કરી હતી.ઙ્ગબાળકો દ્વારા સ્વાગત ગીતનું ગાન રજૂ કરવામાં આવ્યું હતું. છાત્રાઓ દ્વારા યોગ, સ્વચ્છતા મહાત્મ્ય વિશે વકતવ્ય આપવામાં આવ્યું હતું.ઙ્ગમહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ આપવામાં આવી હતી. જયારે, વિવિધ વર્ગમાં પ્રથમ ક્રમાંકે ઉત્ત્।ીર્ણ થનારા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.ઙ્ગ ડીસીપી શ્રી વાઘેલાએ શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ શાળા ઉપરાંત વીરવા તથા પીપળિયા પાળ ગામે પણ શાળા પ્રવેશોત્સવમાં ભાગ લીધો હતો.ઙ્ગઆ વેળાએ અગ્રણી ભરતભાઇ ચાવડા,  લક્ષ્મણસિંહ જાડેજા,  ચંદુભાઇ રૂપાપરા, રમેશભાઇ પરમાર, આઇટીઆઇ ઇન્સ્ટ્રકટર  કુલદીપભાઇ રાઠોડ, આચાર્ય ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.

(12:41 pm IST)