Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ફોટોવાયરલ કરવાની ધમકી આપી છરી વડે હુમલો કરી નર્સ સાથે યુવરાજસિંહઍ બળાત્કાર ગુજાર્યો

કોરોનામાં સારવાર કરાવવા માટે ગયેલા શખ્સે નર્સને પ્રેમજાળમાં ફસાવી : ‘હું કહીશ તેમ કરવાનું છે નહીંતર આ છરી સગી નહી થાય’ કહી છરી ઉગામી : પુત્રને મારી નાખવાની ધમકી આપી ઘરે તથા હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો

રાજકોટ :  શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી નર્સને પ્રેમજાળમાં ફસાવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેમની ‘હું કહીશ તેમ કરવાનું છે નહીતર આ છરી સગી નહી થાય’ કહી હુમલો કરી અને પુત્રને મારી નાખવાની ધમકી આપી ઘરે તેમજ હોટલમાં લઇ જઇ નાથદ્વારા પાર્કના શખ્સે બળાત્કાર ગુજાર્યાની ફરીયાદ થઇ છે. 

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી નર્સે ગાંધીગ્રામ પોલીસ મથકમાં રેલનગર નાથદ્વાર પાર્કમાં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા સામે ફરીયાદ નોîધાવી છે. નર્સે ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે પરણીત છે. પોતાને સંતાનમાં ઍક પુત્ર છે. બે વર્ષ પહેલા કોરોના વખતે નાથદ્વારામાં રહેતો યુવરાજસિંહ હું સારવાર કરાવવા માટે હોસ્પિટલમાં આવ્યો હતો ત્યારે બંન્ને વચ્ચે સંપર્ક થયો હતો. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હોત. દરમ્યાન તેણે બંનેના ફોટા પાડયા હતા. આ સમયગાળા દરમ્યાન પોતે તેને હાથ ઉછીના ૧ લાખ આપ્યા હતા. ઍક મહિના પહેલા પોતે તેની પાસે પોતાના ઍક લાખ માંગતા તેણે પોતાને મારમારી વધુ ૩૦ હજાર માંગણી કરી હતી પોતે તેને પૈસા ન આપતા તેણે ઍકદમ ઉશ્કેરાઇ જઇ ગાડીમાં ઢીકાપાટુનો મારમારી આંખ ઉપર ઇજા કરી હતી અને છરી કાઢીને ‘હું કહીશ તેમ કરવાનું છે નહીંતર આ છરી સગી નહી થાય’ તેમ કહી છરી ઉગામતા પોતાના ડાબા હાથમાં ઇજા થઇ હતી બાદ પોતાને તેના ઘરે લઇ જઇ પોતાની મરજી વિરધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને પોતાના દિકરાને મારી નાખવાની ધમકી આપી આ શખ્સે પોતાના ઘરે અને હોટેલમાં લઇ જઇ અવર નવાર પોતાની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે નર્સઍ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોîધાવતા પીઆઇ જી.ઍમ. હડીયા તથા રાઇટર હિરાભાઇ રબારીઍ તપાસ હાથ ધરી છે. 

(1:30 pm IST)